IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને ગમ દૂર, જોફ્રા આર્ચર આગામી સિઝનમાં પૂરો સમય રહેશે ઉપલબ્ધ
IPL 2023 ની શરુઆતને લઈ હવે આતુરતાઓના અંતના દિવસો ગણાઈ રહ્યા છે, આગામી સિઝનની શરુઆત અમદાવાદમાં ઓપનિંગ મેચ સાથે શરુ થનારી છે. આ પહેલા ઈંગ્લેન્ડથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે.
ઈંગ્લેન્ડથી સારા સમાચાર મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના માટે મહત્વના બોલરની ફિટનેસને લઈ સમાચાર મળ્યા છે કે, તે મુંબઈની ટીમ સાથે જોડાઈ શકવા ફિટ છે. ઈંગ્લેન્ડથી આવેલા સમાચાર મુજબ સ્ટાર ઈંગ્લીશ બોલર જોફ્રા આર્ચર ફિટ થયાના સમાચાર છે. આ પહેલા જસપ્રીત બુમરાહ અનફિટ થવાને લઈ ટીમના માટે નિરાશા વ્યાપી હતી. હવે જોફ્રા આર્ચરને લઈ રાહત ભર્યા સમાચાર આવતા મુંબઈની ટીમના સુકાની રોહિત શર્માને પણ રાહત પહોંચી હશે.
ઈંગ્લેન્ડના મહત્વનો બોલર જોફ્રા આર્ચર IPL માં પણ પ્રભાવિત કરી રહ્યો હતો. મુંબઈની ટીમનો હિસ્સો રહેલા જોફ્રાની ફિટનેસે લઈ અપડેટ આવ્યુ છે કે, હવે તે આઈપીએલમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. આમ હવે તે આગામી સિઝનમાં પૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહી શકે છે.
IPl 2023 માં પૂર્ણ સમય રહેશે ઉપલબ્ધ
જોફ્રાની ફિટનેસને લઈ છેલ્લા કેટલાક સમયથી તેની ઉપલબ્ધતા આઈપીએલમાં રહેવાને લઈને અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે મીડિયા રિપોર્ટનુસાર આ અટકળો પર પૂર્ણ વિરામ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે લગાવી દીધુ છે. જોફ્રા આગામી 16મી સિઝનમાં ભારતીય પિચો પર તરખાટ મચાવતો જોવા મળી શકે છે. જોકે આ દરમિયાન ઈસીબી દ્વારા તેના વર્કલોડને મેનેજ કરવાની શરત રાખવામાં આવી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઈસીબીના સૂત્રોએ બતાવ્યુ છે કે, જોફ્રા આર્ચર આઈપીએલની આગામી સિઝનમાં સંપૂર્ણ સમય માટે રમશે. હંમેસાની માફક જ તેમની ફ્રેન્ચાઈઝી અને ઈસીબી તેના વર્કલોડને મેનેજ કરશે. આ દરમિયાન આઈપીએલના અધિકારી દ્વારા પણ બતાવ્યુ છે કે, જોફ્રા આર્ચર ઉપલબ્ધ રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સે આટલા કરોડમાં ખરિદ્યો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગના 2022માં યોજાયેલા મેગા ઓક્શન દરમિયાન જોફ્રા આર્ચર મુંબઈ ટીમનો હિસ્સો બન્યો હતો. રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને 8 કરોડ રુપિયામાં મેગા ઓક્શન દરમિયાન ખરિદ્યો હતો. આ દરમિયાન મુંબઈની ફ્રેન્ચાઈઝી એ વાતથી સંપૂર્ણ રીતે વાકેફ હતી કે, 2022 ના વર્ષમાં રમાનારી આઈપીએલની 15મી સિઝનમાં જોફ્રા ઉપલબ્ધ રહી શકે એમ નથી. આમ છતાં મુંબઈએ તેને ભવિષ્યને ધ્યાને રાખીને પોતાની સાથે જોડવા માટે ઉંચી બોલી લગાવી હતી.
ઈંગ્લીશ સ્ટાર ખેલાડી જોફ્રા આર્ચરે 2021ના સેકન્ડ હાફ અને 2022 માં સંપૂર્ણ સિઝન આઈપીએલનો હિસ્સો રહી શક્યો નહોતો. તેણે 18 મહિના સુધી પ્રતિસ્પર્ધી ક્રિકેટથી દૂર રહેવા મજબૂર રહેવુ પડ્યુ હતુ. જોકે હવે તેણે આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 લીગમા સાથે પરત મેદાનમાં પરત ફર્યો છે. તેણે મુંબઈની ટીમ વતી જ કમબેક કર્યુ હતુ.