ગાબામાં જોવા મળ્યો ‘મિયાં મેજિક’, લાબુશેને સામે સિરાજની આ ચાલ સફળ રહી VIDEO જુઓ
ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એક વખત મિયાં મેજિક જોવા મળ્યો છે. જેને જોઈને ચાહકોના પણ હોશ ઉડી ગયા હતા.એડિલેડ બાદ ગાબામાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે મોહમ્મદ સિરાજનું સ્લેજિંગ ચાલુ છે
મોહમ્મદ સિરાજનું ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાથે એડિલેડ બાદ ગાબામાં પણ સ્લેજિંગ ચાલું છે. માર્નસ લાબુશેને તેની સાથે ફરી એક વખત ટકકર લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ વખતે સિરાજને ગુસ્સો અપાવવો તેને ભારે પડ્યો છે. લાબુશેને તેમને સ્લેજ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સિરાજે વિકેટ માટે બેલ્સને બદલવાની ચાલ રમી અને ત્યારબાદ લાબુશેન આઉટ થયો હતો.નીતિશ કુમાર રેડ્ડીએ સ્લિપ વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવી લાબુશેનને પેવેલિયન મોકલી દીધો હતો.
‘મિયાં મેજિક’ની સામે મજબુર થયો લાબુશેન
33મી ઓવર દરમિયાન સિરાજે માર્નસ લાબુશેન વિરુદ્ધ આઉટની અપીલ કરી હતી. રોહિત શર્માએ સાથે વાત થઈ પરંતુ રિવ્યુ લીધો નહિ, લાબુશેને સિરાજને રનઅપ પર જતા સમયે કાંઈ કહ્યું, ત્યારે મિયા મેજિક દેખાડી બેલ્સની યુક્તિ કરી,પરંતુ લાબુશેને આનાથી બચવા માટે તમામ પ્રયત્ન કર્યા હતા. તેમણે સિરાજે બદલેલા બેલ્સને ફરી પાછા એજ સ્થાને રાખ્યા હતા. સિરાજ બાદ નીતિશ રેડ્ડી 34મી ઓવર માટે બોલિંગ માટે આવ્યો અને પહેલી બોલ સ્મિથે રમ્યો 3 રન બનાવ્યા હતા. બીજા બોલ પર લાબુશેનને સ્ટ્રાઈક મળી અને ડ્રાઈવ રમવાના ચક્કરમાં વિરાટ કોહલીએ કેચ લીધો હતો.
How good is this exchange between Siraj and Labuschange? #AUSvIND pic.twitter.com/GSv1XSrMHn
— cricket.com.au (@cricketcomau) December 15, 2024
સિરાજ અને લાબુશેન વચ્ચે એડિલેડથી નાની મોટી ટક્કર જોવા મળી રહી છે. બીજી ટેસ્ટમાં ટ્રેવિસ હેડની સાથે તેની ટકકર થઈ હતી. હવે તે ઓસ્ટ્રેલિયાના ચાહકોના નિશાના પર આવ્યો છે. તેઓ સતત સિરાજને મેદાન પર બૂ કરીને ચીઢાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વીડિયો જોઈ ચાહકો રિએક્શન આપી રહ્યા છે
જ્યારે સિરાજે બેલ્સન ઉલટ-પલટ કરી બોલિંગ કરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે લાબુશેને બેલ્સે ફરી ઉલટ-પલટ કર્યા હતા. લાબુશેન અને સિરાજનું આ વર્તન જોઈને ચાહકો પણ રિએક્ટ કરી રહ્યા છે. ગિલે જ્યારે આ બધું જોયું તો તે હસી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રમતના પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી.