પિતાએ પોતાના પુત્રને ટીમમાં આપ્યું સ્થાન, ઓસ્ટ્રેલિયા ટૂર પર સાથે જોવા મળશે

ઈંગ્લેન્ડ લાયન્સ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકી ફ્લિન્ટોફની પણ પસંદગી કરવામાં આવી છે. જ્યારે, એન્ડ્રુ ફ્લિન્ટોફ આ ટીમના મુખ્ય કોચ છે. આ પ્રવાસ 14 જાન્યુઆરી 2025થી શરૂ થશે.

પિતાએ પોતાના પુત્રને ટીમમાં આપ્યું સ્થાન, ઓસ્ટ્રેલિયા ટૂર પર સાથે જોવા મળશે
Rocky FlintoffImage Credit source: ECB/ECB via Getty Images
Follow Us:
| Updated on: Dec 18, 2024 | 8:35 PM

ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ 14 જાન્યુઆરી 2025થી શરૂ થશે. આ પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ પર, ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ બ્રિસ્બેનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11 સામે બે ચાર દિવસીય મેચ અને ત્યારબાદ સિડનીમાં ઓસ્ટ્રેલિયા A વિરુદ્ધ પ્રથમ શ્રેણીની ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ 3 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્રનો ટીમમાં સમાવેશ

આ પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં રોકી ફ્લિન્ટોફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રોકી ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફનો પુત્ર છે. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ લાયન્સનો મુખ્ય કોચ એન્ડ્રુ ફ્લિન્ટોફ છે. 16 વર્ષીય રોકી ફ્લિન્ટોફનો પણ આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આ વખતે રોકીને અંતિમ ક્ષણે ટીમમાં જગ્યા મળી.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

16 વર્ષીય રોકી ફ્લિન્ટોફ પર રહેશે નજર

ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં શોએબ બશીર, પેટ બ્રાઉન, ટોમ હાર્ટલી, જોશ ટોંગ અને જોન ટર્નરને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ પણ સિનિયર ટીમનો ભાગ છે. ઈંગ્લેન્ડના પર્ફોર્મન્સ ડિરેક્ટર એડ બાર્નીએ કહ્યું, ‘અમે એવા ખેલાડીઓ પસંદ કર્યા છે જેમણે પોતાને આ સ્તરે સાબિત કર્યું છે અને જેઓ નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. ઓસ્ટ્રેલિયાની મેચો અને પ્રવાસો હંમેશા મહત્વના હોય છે અને અમે ગુણવત્તાયુક્ત પ્રતિસ્પર્ધીઓ સામે પોતાને ચકાસવાની તકનો આનંદ માણીએ છીએ.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ

સોની બેકર, શોએબ બશીર, પેટ બ્રાઉન, જેમ્સ કોલ્સ, સેમ કૂક, એલેક્સ ડેવિસ, રોકી ફ્લિન્ટોફ, ટોમ હાર્ટલી, ટોમ લોઝ, ફ્રેડી મેકકેન, બેન મેકકીની, જેમ્સ રેવ, હમઝા શેખ, મિચ સ્ટેન્લી, જોશ ટર્નર, જોશ ટર્નર.

આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિનની પત્ની પણ કરે છે કરોડોની કમાણી, જાણો શું છે તેમનો બિઝનેસ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">