Gujarati News » Sports » Cricket news » | Cricket: English players top in losing wickets at zero, how are Indian players now, see
Cricket: શૂન્ય પર વિકેટ ગુમાવવામાં ઈંગ્લીશ ખેલાડીઓ રહ્યા અવ્વલ, ભારતના ખેલાડીઓના પણ કેવા છે હાલ, જુઓ
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં પણ ઈંગ્લીશ ખેલાડીઓ ભારતીય બોલરો સામે મુશ્કેલી ભરી રમત રમી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ ભારતીય બોલરોનો ઝડપથી શિકાર થયા છે.
વર્ષ 2021માં ટેસ્ટ મેચમાં સૌથી વધારે ડકનો રેકોર્ડ ઈંગ્લેન્ડ (England)ના નામે છે. ઈંગ્લેન્ડની ટીમે આ વર્ષે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેઓએ માત્ર 3 મેચ જ જીતી છે. જેમાં તેઓના ખેલાડીઓ અત્યાર સુધીમાં 38 વખત ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફરી ચુક્યા છે.
1 / 6
બીજા સ્થાન પર છે ટીમ ઈન્ડીયા (Team India). ભારતે આ વર્ષની શરુઆત ઓસ્ટ્રેલિયાના સામે ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચો સાથે કરી હતી. તેના બાદ થી કુલ મળીને ભારતે અત્યાર સુધીમાં નવ ટેસ્ટ મેચ રમી છે. જે 9 ટેસ્ટ મેચોમાં ભારતે ભારતીય ખેલાડી 23 વખત વાર શૂન્ય પર આઉટ થઈ છે.
2 / 6
સાઉથ આફ્રિકાની ટીમ ત્રીજા ક્રમ પર છે. ટીમે 2021માં પાંચ મેચો રમી છે. આ પાંચમાંથી સાઉથ આફ્રિકાએ ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. ત્યાં પાંચ મેચોમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી 15 વખત શૂન્ય પર આઉટ થયા છે.
3 / 6
આ લિસ્ટમાં ચોથા નંબર પર પાકિસ્તાનની ટીમ છે. જેણે વર્ષ 2021માં અત્યાર સુધીમાં કુલ મળીને 6 ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ખેલાડી 15 વખત ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા છે. પાકિસ્તાનને આ છ મેચોમાંથી 4 મેચમાં જીત મળી છે.
4 / 6
વેસ્ટ ઈન્ડીઝની ટીમે વર્ષ 2021માં અત્યાર સુધી 7 મેચ રમી છે. જે મેચમાં ત્રણમાં જીત મળી છે. જે 7 મેચમાં તેના ખેલાડી પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
5 / 6
શ્રીલંકા આ મામલામાં છઠ્ઠા સ્થાન પર છે. ખેલાડી 13 વાર ડક થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નવમાં સ્થાન પર રહી છે. જેણે બે મેચ રમી છે. જેમાં તેના ખેલાડીઓ 4 વાર શૂન્ય પર આઉટ થયો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની વિજેતા ન્યુઝીલેન્ડ અહીં પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ચાર મેચ રમવા છતાં પણ તેમના ખેલાડી માત્ર ચાર જ વખત ડક આઉટ થયા છે.