ભારતમાં પહેલીવાર આવું થયું, અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ કરાઈ
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રેટર નોઈડામાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ 5માં દિવસે પણ રદ્દ થઈ ગઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે આ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આ ટેસ્ટ મેચ હવે ઈતિહાસના પન્નામાં નોંધાશે. આ ટેસ્ટ મેચ એક પણ બોલ રમ્યા વગર રદ્દ થઈ છે.
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રેટર નોઈડામાં રમાઈ રહેલી એક માત્ર ટેસ્ટ મેચની 5માં દિવસની મેચ પણ રદ થઈ ગઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે મેચ ઓફિશિયલ્સે આ નિર્ણય લીધો છે. 1877માં ટેસ્ટ મેચની શરુઆત થઈ હતી. ત્યારથી અત્યારસુધી માત્ર 8 વખત એવું થયું છે કે, કોઈ ટેસ્ટ મેચ બોલ નાંખ્યા વગર રદ થઈ હતી.
1890માં પહેલી વખત અને ત્યારબાદ છેલ્લી વખત 1998માં આવી ટેસ્ટ મેચ જોવા મળી હતી. ભારતમાં પહેલી વખત કોઈ ટેસ્ટ મેચ બોલ નાંખ્યા વગર રદ થઈ હતી.
8 વખત થયું આવું
1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ ઈતિહાસની પહેલી ટેસ્ટ મેચ માનવામાં આવે છે. એટલે કે, ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ 147 વર્ષ જૂનો છે. પહેલા 13 વર્ષોમાં બધું જ યોગ્ય ચાલી રહ્યું હતુ પરંતુ 1890માં પહેલી વખત કોઈ ટેસ્ટ મેચ કોઈ પણ બોલ રમ્યા વગર રદ થઈ હતી. ઓગસ્ટ 1890માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ એક પણ બોલ રમવામાં આવ્યો ન હતો. ત્યારબાદ જુલાઈ 1938માં બીજી વખત આવું થયું હતુ. આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ આમને-સામને હતા. હવે 8મી વખત ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ગ્રેટર નોઈડામાં રમાનારી ટેસ્ટ મેચ કોઈ પણ બોલ નાંખ્યા વગર રદ્દ થઈ છે.
બંન્ને ટીમને નુકસાન
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ વરસાદ મોટું દુશ્મન બન્યું છે. આ મેચમાં બોલ તો છોડો ટોસ પણ થઈ શક્યો નહિ. મેદાન અને પીચ ભીના હોવાને કારણે મેચ રમાઈ ન હતી. આ દરમિયાન ગ્રેટર નોઈડા સ્પોર્ટસ કોમ્પલેક્સના મેનેજમેન્ટ સવાલોમાં આવ્યા છે. કારણ કે, પહેલા 2 દિવસ વરસાદ પડ્યો ન હતો. તેમ છતાં ગ્રાઉન્ડસમેન મેદાન સુકવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે અપનાવેલા કોઈ પણ ટીપ્સ કામ લાગી ન હતી.
The one-off Test against Afghanistan has officially been called off early on day five following further rain in Noida.
The Test squad will relocate to Sri Lanka tomorrow ahead of the two-Test WTC series in Galle starting Weds, Sept 18 – Live in NZ on @skysportnz #AFGvNZ #SLvNZ pic.twitter.com/IyfPdvlwMN
— BLACKCAPS (@BLACKCAPS) September 13, 2024
ગ્રાઉન્ડસમેને પંખાનો પણ ઉપયોગ કર્યો હતો. સુપર સોપરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ સુકેલું ઘાસ પણ લગાવવામાં આવ્યું તે પણ નિષ્ફળ રહ્યું હતુ. છેલ્લા 2 દિવસથી વરસાદ બંઘ થવાનું નામ લઈ રહી નથી,જેનાથી બંન્ને ટીમને ભારે નુકસાન થયું છે.
અફઘાનિસ્તાનની ટીમ બહુ ઓછી ટેસ્ટ મેચ રમે છે. ત્યારે તેની પાસે ન્યુઝીલેન્ડ જેવી ટીમ વિરુદ્ધ ખેલાડીઓને એક સારો અનુભવ મળી શકતો હતો. આ મેચથી અફઘાનિસ્તાનને અનેક વસ્તુ શીખવા મળત. ન્યુઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં 50 પોઈન્ટ સાથે નંબર 3 પર છે. તેમણે શ્રીલંકા પ્રવાસ પર 2 ટેસ્ટ અને ભારત વિરુદ્ધ 3 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે.