Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Devvrat Profile: ગુજરાતના 20 માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી

Acharya Devvrat Gujarat Governor Full Profile in Gujarati: ગુજરાતના રાજ્યપાલ(Gujarat Governor) આચાર્ય દેવવ્રતે(Achrya Devvrat) ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ઝૂંબેશ હાથ ધરી છે. જે હેઠળ ગુજરાતના દોઢ લાખથી વધુ ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે.

Acharya Devvrat Profile: ગુજરાતના 20 માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી
Acharya Devvrat Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 2:45 PM

ગુજરાતમાં વર્તમાન રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળનારા    રાજ્યપાલ(Gujarat Governor) આચાર્ય દેવવ્રતે(Governor Acharya Devvrat)  તેમની નિયમિતતા અને શિસ્ત માટે જાણીતા છે તેઓ ગુજરાતના રાજ્યપાલ બન્યા તે અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ઝૂંબેશ હાથ ધરી છે. જે હેઠળ ગુજરાતના દોઢ લાખથી વધુ ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે. તેઓ  અગાઉ હિમાચલ પ્રદેશના  રાજ્યપાલ તરીકે પણ કાર્યરત હતા. હિમાચલ પ્રદેશમાં તેઓ  રાજ્યપાલ હતા ત્યારે તેમના  પારકૃતિક ખેતી અંગેના પ્રયાસોથી  2 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હતા.

 અંગત જીવન (Personal Detail)

આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959માં પંજાબના સમલ્ખા (હાલના હરિયાણા)માં  ખેડૂત  પરિવારમાં  થયો હતો.  નાનપણમાં તેમના માતાપિતાએ તેમનું નામ સુભાષ રાખ્યું હતું.   તેઓ શરૂઆતથી જ  સ્વામી દયાનંદ સરરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત હતા અને આર્ય સમાજમાં  જોડાઈ  ગયા હતા. તે તેમના દૈનિક જીવનમાં તેમની પ્રામાણિકતા, શિસ્ત, નિયમિતતા માટે જાણીતા હતા.

ગુુરૂકુળમાં તેઓ  ભિક્ષા પણ માંગી ચૂક્યા છે

તેઓ  ગુરૂકુળમાં અભ્યાસ કરતા હતા. એક સમયે, ગુરુકુળને અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ કેન્દ્ર માનવામાં આવતું હતું. આજે, દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ લાયકાતના માપદંડો નક્કી કર્યા પછી ભાગ્યે જ તેમાં પ્રવેશ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આચાર્ય દેવવ્રત ગુરુકુળ માટે ભિક્ષા માટે ઘરે-ઘરે જઈને ભિક્ષા માગી ચૂક્યા છે. તેઓ આજે પણ કહે છે કે તે મારું નથી, પરંતુ તે શિક્ષણપ્રેમીઓનું યોગદાન છે, જેમણે મને ભિક્ષા આપવામાં ક્યારેય સંકોચ અનુભવ્યો નથી.

નીમ કરોલી બાબાએ બ્રહ્મ મુહૂર્તની શક્તિ વિશે જણાવ્યું, કહ્યું આ એક કામ કરવાથી થશે ધન પ્રાપ્તિ
20 કરોડની ઘડિયાળ પહેરી આ ગુજરાતી ખેલાડીએ સેલિબ્રેશન કર્યું, જુઓ ફોટો
ઇલેક્ટ્રિક સ્કૂટર કેટલો સમય ચાલે છે?
આ ભારતીય ખેલાડીઓએ પ્રથમ વખત ICC ટાઇટલ જીત્યું, જુઓ ફોટો
Beerની બોટલ ગ્રીન અને બ્રાઉન રંગની જ કેમ હોય છે? જાણો કારણ
ખજૂર ખાતા પહેલા કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ?

પરિવાર (Family)

આચાર્રાય દેવવ્જરત તેમના પરિવારમાં ચાર ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ છે.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પત્નીનું નામ  દર્શના દેવી છે.  આચાર્ય દેવવ્રતના પરિવારમાં  નજીકના સ્વજનોમાં ભાઇઓ અને  બહેનોનો પણ સમાવેશ થાય છે. તેમના એક બહેન સોનીપતમાં રહે છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રક્ષાબંધનના દિવસે તેમની પાસે  અચૂક રાખડી બંધાવે છે.

 શિક્ષણ (Education)

તેમણે પોતાના અભ્યાસની શરૂઆત બ્રહ્મ મહાવિદ્યાલયના પરિસરથી કરી હતી. આચાર્ય પ્રમોદજી તેમને   ગુરુકુળમાં લઈ આવ્યા હતા. આચાર્ય દેવવ્રતે આ પ્રાંગણમાં 16 સંસ્કારોનું શિક્ષણ લીધું હતું.

તેઓએ ઇતિહાસ વિષયની સાથે  1984માં  પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓએ  ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરોપેથીમાં ડૉક્ટરેટ કરેલું છે. 1991 માં  તેઓ બી.એડ. થયા હતા અને  વર્ષ 2000માં ડિપ્લોમા ઇન યોગ તથા  2002માં નેચરોપથી અને યોગ વિજ્ઞાનની  ડિગ્રી લીધી  હતી.

રાજકીય કારર્કિર્દી ( Political Career)

તેઓને ઓગસ્ટ 2015માંહિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાઅને તેમનો કાર્યકાળ  21 જુલાઈ 2019 સુધી ચાલુ રહ્યા, ત્યાર બાદ તેમના સ્થાને   કલરાજ મિશ્રા આવ્યા હતા.  તો બીજી તરફ આચાર્ય દેવવ્રતને 2019માં, તેમને ઓમપ્રકાશ કોહલીની જગ્યાએ ગુજરાતના ૨૦મા રાજ્યપાલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમણે ગુજરાતમાં ગાય આધારિત ખેતી અંગે પુષ્કળ કામ કર્યું છે.  પ્રાકૃતિક ખેતી તેમજ સ્ત્રી ભ્રૂણહત્યા  રોકવાનું અભિયાન અને “બેટી પઢાવો-બેટી બચાવો” અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રવાસ કર્યો છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ 1981થી 2015 સુધી તેઓ કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતા. તેઓ હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય – શિમલા, ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ રહી ચૂક્યા છે.  તેમણે માસિક પત્રિકા ગુરુકુલ દર્શનના સંપાદન ઉપરાંત પ્રાકૃતિક ચિકિત્સા પર પુસ્તક લખ્યું છે.

અન્ય  સિદ્ધીઓ

લાંબા સમયથી  તેઓ શિક્ષણ, દવા અને સુખાકારીના મિશનમાં રોકાયેલા છે. ડૉ.દેવવ્રત આચાર્ય, વર્ષ 2003માં યુએસએસ પ્રમાણપત્ર એક્સેલન્સ એવોર્ડ પણ મળ્યો  હતો. 

g clip-path="url(#clip0_868_265)">