ચંડોળા તળાવ એટલે કે મીની બાંગ્લાદેશ, પોલીસે મોટું સર્ચ ઓપરેશન કર્યું છે શરુ
Chandola Lake Bulldozer Operation: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી દેશવિરોધી પ્રવૃત્તિ પણ થઈ રહી છે જેને લઈને પોલીસ દ્વારા અનેક વખત ગુપ્ત ઓપરેશન ઉપર કરવામાં આવ્યા છે. અહીંથી ભૂતિયા કંપનીઓ બનાવી તેના મારફતે હવાલાના પૈસાઓ પણ મોકલવામાં આવતા હોવાનું પોલીસને સામે આવ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે ત્યારે ફરી એક વાર અમદાવાદના ચંડોળા તળાવ એટલે કે મીની બાંગ્લાદેશમાં પોલીસે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને 800થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. શરૂ કર્યું છે. જેમાં 800થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. જે બાદ તેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કરવામાં આવી રહ્યા છે. અહીં અનેક લોકો ખોટા પુરાવાઓ બનાવીને રહેવાના આરોપ છે.
પોલીસના ડરથી લોકો ધંધો વ્યવસાય છોડીને ચાલ્યા ગયા
મહત્વનું છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી દેશવિરોધી પ્રવૃત્તિ પણ થઈ રહી છે જેને લઈને પોલીસ દ્વારા અનેક વખત ગુપ્ત ઓપરેશન ઉપર કરવામાં આવ્યા છે. અહીંથી ભૂતિયા કંપનીઓ બનાવી તેના મારફતે હવાલાના પૈસાઓ પણ મોકલવામાં આવતા હોવાનું પોલીસને સામે આવ્યું છે, હાલમાં ચાલી રહેલી કાર્યવાહીમાં તો ખુદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ચંડોળા તળાવ પહોંચ્યા હતા, ત્યારે અહીંથી મોટાભાગના લોકો પોલીસના ડરથી પોતાનો ધંધો વ્યવસાય અને ઘર છોડી ચાલ્યા ગયા હોવાનું પણ સામે આવ્યું હતું.
એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો
હાલ ભલે લોકો ફરાર હોય પરંતુ પોલીસે તમામને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશીઓ ફરીથી ગુજરાત અને અમદાવાદમાં ઘોષણખોરી કરી ન કરે તેને લઈને પણ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશન સાથે પણ સંકલન કરી આગામી દિવસોમાં ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલેશન પણ થાય તે પ્રમાણેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.
