AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“સિંધુ અમારી છે અને ભારત સિંધુને રોકી શકે નહીં”  એવા પાકિસ્તાનના દાવામાં કેટલુ તથ્ય ? શું કહે છે સિંધુ જળ સંધિ?

સિંધુ નદી (Indus River) એ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે પ્રાચીન મહત્વ ધરાવતી નદી છે. આ નદીના કિનારાઓ પર વિશ્વવિખ્યાત સિંધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) વિકસેલી હતી, જે માનવ ઈતિહાસની સૌથી પ્રાચીન નગર સંસ્કૃતિઓમાંની એક હતી. સિંધુ નદી હિમાલયના તિબ્બતી પ્રદેશોમાંથી ઉદભવી, ભારતના લદ્દાખમાંથી પસાર થઈ, પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રદેશમાં વહે છે અને અંતે અરબી સમુદ્રમાં મળી જાય છે. હાલના સમયમાં આ નદીના પાણીના હક અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં, ચાલો જોઈએ કે સિંધુ નદી ક્યાંથી નીકળે છે, અને પાકિસ્તાનના 'સિંધુ અમારી છે'ના દાવામાં કેટલુ તથ્ય છે. વાસ્તવિકતા શું છે.

સિંધુ અમારી છે અને ભારત સિંધુને રોકી શકે નહીં  એવા પાકિસ્તાનના દાવામાં કેટલુ તથ્ય ? શું કહે છે સિંધુ જળ સંધિ?
| Updated on: Apr 29, 2025 | 9:38 PM
Share

સિંધુ નદીનો ઉદ્ભવ તિબ્બતના માનસરોવર ની નજીકથી થાય છે, જેને “સિન્ગી ખબાબ” (Singhi Khamban – Lion’s Mouth) કહેવામાં આવે છે. આ સ્થાન ભારતના ઉત્તર ખૂણે, તિબ્બતી ભૂમિમાં સ્થિત છે, જે હાલ ચીનના અધિકાર હેઠળ છે. અહીંથી નીકળ્યા પછી, નદી પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વળે છે અને લદ્દાખ પ્રદેશમાં પ્રવેશ કરે છે. ભારતના જમ્મુ-કાશ્મીર પ્રદેશ (હાલે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ)માંથી પસાર થતાં તિબ્બતની સરહદથી શરૂ થયેલી આ નદી પાછળથી પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પ્રવેશ કરે છે. સિંધુ નદીનો માર્ગ સિંધુ નદી લગભગ 3,180 કિલોમીટર લાંબી છે અને એશિયાની સૌથી લાંબી નદીઓમાંની એક છે. તેના માર્ગને તબક્કાવાર રીતે જોવામાં આવે તો: તિબ્બત: ઉદભવસ્થાન, માનસરોવર પાસે. લદ્દાખ: ભારતના લદ્દાખ પ્રદેશમાંથી પસાર થાય છે – અહીં તેનો નજારો બહુ રમણીય હોય છે, ખાસ કરીને લેમાયુરુ અને નિમૂ નજીક. ગિલગિત-બાલ્ટિસ્તાન (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર): અહીંથી પંજાબ તરફ વળે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">