Breaking News : અમદાવાદ ઇન્દિરા બ્રિજ નજીક ફ્લેટમાં ભયંકર આગ, જીવ બચાવવા ચોથા માળેથી યુવતીની છલાંગ, જુઓ Video
અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની C અને D વિંગના ફ્લેટોમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. એક ફ્લેટના એસીમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના અન્ય ફ્લેટોમાં પ્રસરી ગઈ હતી.

અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીના ફ્લેટમાં અત્યાર સુધીમાં તમામ ફ્લેટમાંથી કુલ 27 લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે 5 લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી આપતાં, ફાયર બ્રિગેડના જવાનોએ અલગ-અલગ ફ્લેટોમાં તપાસ શરૂ કરી છે.
ઇન્દિરા બ્રિજ સર્કલ નજીક આગ લાગવાને કારણે આશરે દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બિલ્ડિંગ ઇન્દિરા સર્કલની સાથે લાગેલું છે.
ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને હાલ કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 27 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઘટના વખતે ફાયર બ્રિગેડની સાથે 108 એમ્બ્યુલન્સની પાંચ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad Fire Crisis: Ashray Orchid Blaze on 4th Floor Contained, 5+ Injured | TV9Gujarati#AshrayOrchid #AhmedabadFire #IndiraBridge #FireEmergency #GujaratNews #FireBrigade #ResidentialFire #IndiaIncidents #SafetyAlert #AhmedabadUpdate #TV9Gujarati pic.twitter.com/exPBBtRdtY
— Tv9 Gujarati (@tv9gujarati) April 29, 2025
આત્રેય ઓર્ચિડ સોસાયટીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ તે અન્ય ફ્લેટોમાં પણ પ્રસરી ગઈ હતી. આ દરમ્યાન બાજુના ફ્લેટોમાં હાજર રહેવાસીઓ બાલ્કનીમાં આવી ગયા હતા, જેમને ઝૂલા (હાર્ટનેસ) દ્વારા સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
આજ સાંજના સમયે આત્રેય ઓર્ચિડ સોસાયટીના ચોથા માળે આગ ભભૂકી હતી. આગ લાગવાનું કારણ એસીમાં તકલીફ હોવાનું અનુમાનવામાં આવી રહ્યું છે. ગણતરીની મિનિટોમાં આગ પાંચમા માળ સુધી ફેલાઈ હતી. આશરે આઠ જેટલા ફ્લેટો આગની ઝપટમાં આવતા રહીશો વચ્ચે ભય અને બૂમાબૂમ જોવા મળી હતી.