ભાજપ સરકારે કેબિનેટમાં લીધો ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રુપિયા

મોદી સરકારે સત્તામાં બીજી વખત આવ્યા બાદ ખેડૂતોને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. પીએમ કિસાન યોજવાનો લાભ હવે દરેક ખેડૂતોને આપવાનું નક્કી કરાયું છે. ભાજપની સરકારે બહુમત મેળવીને ફરીથી પોતાની સરકાર બનાવી છે અને ફરીથી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પ્રથમ ફેંસલો શહીદોના બાળકો માટે લીધો તો અન્ય ફેંસલામાં ખેડૂતોનો પણ સમાવેશ કર્યો છે. […]

ભાજપ સરકારે કેબિનેટમાં લીધો ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રુપિયા
Follow Us:
| Updated on: May 31, 2019 | 3:32 PM

મોદી સરકારે સત્તામાં બીજી વખત આવ્યા બાદ ખેડૂતોને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. પીએમ કિસાન યોજવાનો લાભ હવે દરેક ખેડૂતોને આપવાનું નક્કી કરાયું છે.

ભાજપની સરકારે બહુમત મેળવીને ફરીથી પોતાની સરકાર બનાવી છે અને ફરીથી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પ્રથમ ફેંસલો શહીદોના બાળકો માટે લીધો તો અન્ય ફેંસલામાં ખેડૂતોનો પણ સમાવેશ કર્યો છે. પીએમ કિસાન યોજનામાં હવે દેશના બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે અને તેમાં વાર્ષિક 6 હજાર રુપિયાની મદદ ખેડૂતોને આપવામાં આવશે. જ્યારે 60 વર્ષની ઉપરની વયના ખેડૂતોને હવે પેંશન પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો:  સુરતમાં પાણીના ગેરકાયદે કનેક્શનને લઈને થઈ ખુલ્લાં હાથે મારામારી, જુઓ VIDEO

મોદી સરકારના ફેંસલાથી દેશના 14.5 કરોડ ખેડૂતને હવે પીએમ કિસાન યોજનાનો લાભ મળશે. પહેલાં આ યોજનાનો લાભ એવા જ ખેડૂતોને આપવાનું નક્કી કરાયું હતું કે જેમની પાસે પાંચ હેક્ટર અથવા તેનાથી ઓછી જમીન હોય. મોદી સરકારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને હટાવી લીધો છે અને હવે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકશે. ખાસ કરીને આ વખતે ફેરફાર કરીને ખેડૂતો માટે પેંશનની પણ જોગવાઈ મોદી સરકારે કરી છે જેનો પણ લાભ 60 વર્ષની વધારે વયના ખેડૂતો લઈ શકશે.

પહેલાં 2 કરોડ ખેડૂત જમીન વધારે હોવાના લીધે વંચિત રહી જતાં હતા તેમનો પણ સમાવેશ

પહેલાં આ યોજનાનો લાભ 12.5 કરોડ ખેડૂતને મળતો હતો અને તેમાં ખાસ કરીને 2 કરોડ જેટલાં ખેડૂત જમીનના નિયમના કારણે વંચીત રહી જતાં હતા. મોદી સરકારે આ નિયમને હટાવી દીધો છે જેના લીધે યોજનાનો લાભ 14.5 કરોડ ખેડૂતને મળી શકશે. આ બાબતની ઘોષણા કૃષિ મંત્રી નરેન્દ્ર્ સિંહ તોમર દ્વારા કેબિનેટની બેઠક સમાપ્ત થયા પછી પત્રકારોને આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અત્યાર સુધી આ યોજનામાં 3.11 કરોડ નાના ખેડૂતોને 2 હજારનો પ્રથમ હપ્તો મળી ગયો છે જ્યારે અન્ય બે હપ્તા પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાને અંતરિમ બજેટમાં રજૂ કરવામાં આવી હતી અને 2.75 કરોડ ખેડૂતોને આ યોજનાનો બીજો 2000 રુપિયાનો હપ્તો પણ મળી ચૂક્યો છે.

60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને આપવામાં આવશે પેંશન

જે ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધારે હશે તેમને પેંશન પણ સરકાર દ્વારા આપવામાં આવશે. આ પેંશનની રકમ પ્રતિમાસ 3 હજાર રુપિયા નક્કી કરવામાં આવી છે. આમ સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે ખેડૂતલક્ષી આ મોટો નિર્ણય લીધો છે જેના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ મળી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">