જાપાનના દિવંગત પ્રધાનમંત્રી શિંજો આબે (Shinzo Abe)ને અંતિમ શ્રદ્ધાંજલિ દેવા માટે મંગળવારે ટોક્યોના જોજોજી મંદિર (Zojoji Temple) માં ભીડ જોવા મળી. જોજોજી બૌદ્ધ સંપ્રદાયના લોકો માટે એક ખાસ મંદિર છે. ટોકિયોના મધ્યમાં સ્થિત આ મંદિરનો તેનો પોતાનો એક ઈતિહાસ છે. શિંજો આબે બૌદ્ધ અને શિતો બંને ધર્મમાં માનતા હતા આથી અંતિમ વિદાય માટે તેમના પાર્થિવ દેહને આ મંદિરમાં લવાયો હતો,,, જાણો મંદિરનું શું છે મહત્વ.
જોજોજી મંદિરની સ્થાપના 1393માં થઈ હ તી. આ સમયગાળામાં આ મંદિર અહીંના તત્કાલિન શાસકો તોકુગાવા પરિવારનુ પારિવારિક મંદિર તરીકે જાણીતુ હતુ. પૂજા અર્ચના સિવાય આ મંદિર ધાર્મિક કેન્દ્રના રૂપે પણ જાણીતુ હતુ. જોજોજી મંદિર જાપાની બૌદ્ધ સમુદાયના લોકો માટે એક મહત્વપૂર્ણ મંદિર છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા નુકાસન અને કુદરતી આપત્તિઓ જેમા આગ લાગવા જેવી ઘટનાઓને કારણે મંદિર, મ્યુઝિયમ અને ચર્ચ નાશ પામ્યા હતા. આ ઘટનાઓ બાદ આ મંદિરને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યુ. આ મંદિરને ટોક્ટો ટાવર નજીક શિફ્ટ કરવામાં આવ્યુ અને તેનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મંદિરના હોલ સહિત નાના-મોટા તમામ ભાગને અને મંદિર પરિસરમાં આવેલ શાળાને પણ ફરીથી બનાવવામાં આવી.
હાલ જોજોજી મંદિર ટોકિયો ટાવર પાસે 8,26 હજાર વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. આ પરિસરમાં મંદિર સહિત ભવ્ય ગિરિજાઘર, 48 નાના મંદિરો અને 150 સ્કૂલ પણ આવેલી છે. જાપાની બૌદ્ધ અનુયાયીઓનું આ મુખ્ય મંદિર છે. જે સવારે 6થી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
આ જ જોજોજી મંદિરમાં સાતમા મહિનાની સાતમી સાંજે એટલે કે 7મી જુલાઈએ તાનાબાતા ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિરને સિતારાઓની જેમ સજાવવા માટે અહીં ફાનસ રાખવામાં આવે છે. આ તહેવાર સાંજના સમયે મનાવવામાં આવતો હોવાથી ફાનસના પ્રકાશમાં મંદિરની સુંદરતા બમણી થઈ જાય છે.