Gujarati News » Photo gallery » Women at 40: After reaching this age, if women fall into this, the body will be perfectly fit
Women at 40 : આ ઉંમરે પહોંચ્યા પછી મહિલાઓ જો આ કરશે તો શરીર રહેશે એકદમ ફિટ
મહિલાઓની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઘણી શારીરિક સમસ્યાઓ શરૂ થઇ જતી હોય છે. ત્યારે 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મહિલાઓએ ખાસ ડાયેટ ફોલો કરવું ખુબ જરૂરી બની જાય છે. જેથી તેઓ શરીર અને મનને ફિટ રાખી શકે.
તુલસીની ચાઃ જે મહિલાઓને લાંબા સમયથી આર્થરાઈટિસ અથવા પગના દુખાવાની સમસ્યા રહેતી હોય, તેઓ તેનાથી છુટકારો મેળવવા માટે નાસ્તામાં તુલસીની ચા પી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાનમાં એવા ઘણા ગુણો છે જે ઝડપથી રાહત આપે છે.
1 / 5
લીલા શાકભાજી: જો કે લીલા શાકભાજીને આહારનો ભાગ બનાવવાની કોઈ ઉંમર નથી, પરંતુ 40 વર્ષ પછી તેનું સેવન ફરજિયાત બની જાય છે. ફિટ રહેવા માટે તમે નાસ્તામાં કોબી સેન્ડવીચ જેવા પાંદડાવાળા શાકભાજી ખાઈ શકો છો.
2 / 5
દહીં: 40 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓ અને પુરુષોને હાડકામાં દુખાવો અથવા સોજો લાગે છે. આવા લોકો નાસ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓનું સેવન કરી શકે છે. દહીંને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તમે દહીં અને પરાઠા ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.
3 / 5
ચિયા સીડ્સ: તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમજ તેના સેવનથી હાડકા મજબૂત બને છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. ચિયાના બીજને રાત્રે પલાળી રાખો અને સવારે નાસ્તામાં તેની સ્મૂધીનું સેવન કરો.
4 / 5
ઇંડા; હાડકાં ઉપરાંત, તેમાં સ્નાયુઓને મજબૂત કરવાના ગુણ પણ છે. તેમજ ઈંડામાં રહેલા કોલિનથી મગજને સ્વસ્થ રાખી શકાય છે. જે મહિલાઓ ઈંડા ખાવાનું પસંદ કરે છે તેઓ દરરોજ નાસ્તામાં બે બાફેલા ઈંડા લઈ શકે છે.