AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કયા દેશમાં છોકરીઓ નાની ઉંમરે ‘મા’ બની જાય છે? આંકડા જોશો તો હોશ ઊડી જશે

નાની ઉંમરે બાળકો પેદા કરવાની સમસ્યા હજુ પણ વિશ્વના ઘણા દેશોમાં બની રહે છે. એવામાં ચાલો જાણીએ કે, વિશ્વના કયા દેશમાં સ્ત્રીઓ સૌથી નાની ઉંમરે માતા બને છે.

| Updated on: Jun 21, 2025 | 3:26 PM
Share
સ્ત્રી માટે 'મા' બનવું એ તેના જીવનનું સૌથી સુંદર ક્ષણ હોય છે. જો કે, માતા બનવા માટે એક જરૂરી ઉંમર હોય છે, કારણ કે તે પહેલાં 'મા' બનવાથી બાળકના વિકાસ પર અસર પડે છે.

1 / 8
માતા બનવાની સાથે સ્ત્રીના જીવનમાં ઘણી જવાબદારીઓ આવી જાય છે. તેણે પોતાના સ્વાસ્થ્યની સાથે સાથે બાળકનું પણ ધ્યાન રાખવું પડે છે. આ જ કારણ છે કે, વિકસિત દેશોમાં મહિલાઓ માતા બનવાનો નિર્ણય મોડો લે છે. જો કે, કેટલાક આર્થિક રીતે પછાત દેશોમાં મહિલાઓ નાની ઉંમરે મા બની જાય છે. હવે જોવાનું એ છે કે દુનિયાના કયા દેશમાં મહિલાઓ સૌથી નાની ઉંમરે મા બને છે?

2 / 8
વર્લ્ડ એટલાસના એક રિપોર્ટ મુજબ, વિશ્વમાં 21 દેશો એવા છે જ્યાં મહિલાઓ સરેરાશ 18 થી 19.6 વર્ષની ઉંમરે તેમના પ્રથમ બાળકને જન્મ આપે છે. આમાંથી મોટાભાગની મહિલાઓ દક્ષિણ આફ્રિકાની હોય છે.

3 / 8
રિપોર્ટ મુજબ, અંગોલા એવો દેશ છે જ્યાં મહિલાઓ સૌથી નાની ઉંમરે માતા બને છે. અંગોલા પછી, ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ બીજા ક્રમે આવે છે, જ્યાં મહિલાઓ સરેરાશ 18.1 વર્ષની ઉંમરે માતા બને છે.

4 / 8
આ સિવાય નાઇજર ત્રીજા ક્રમે આવે છે, જ્યાં પ્રથમ બાળકને જન્મ આપવાની સરેરાશ ઉંમર 18.1 વર્ષ છે. બીજીબાજુ ચાડમાં આ આંકડો 18.2 વર્ષ છે. નાઇજર એક એવો દેશ છે કે જ્યાં 20 થી 24 વર્ષની 51 ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓએ 18 વર્ષની ઉંમરે તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે.

5 / 8
માલીમાં માતા બનવાનો આ આંકડો 18.6 વર્ષ છે અને યુગાન્ડા તેમજ ઘાનામાં માતા બનવાની સરેરાશ ઉંમર અનુક્રમે 18.6 વર્ષ અને 18.9 વર્ષ છે. આ આંકડા દર્શાવે છે કે, નાની ઉંમરે માતા બનવાના કિસ્સાઓ હજુ પણ સમગ્ર વિશ્વમાં એક પડકાર છે.

6 / 8
આ વલણ ખાસ કરીને આફ્રિકન અને દક્ષિણ એશિયાઈ દેશોમાં જોવા મળી રહ્યો છે. આમાં શિક્ષણનો અભાવ, જાગૃતિનો અભાવ, ગરીબી અને પરંપરાગત વિચારસરણી મુખ્ય કારણો છે.

7 / 8
બાંગ્લાદેશની વાત કરીએ તો, તે એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, જ્યાં લગભગ 51 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. બાંગ્લાદેશમાં મહિલાઓને નાની ઉંમરે લગ્ન અને બાળજન્મને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">