એ લોકો કોણ છે ! જેમની પાસે 9330 કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટ છે…કેમ પરત કરી રહ્યા નથી? RBI એ આંકડા જાહેર કર્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં 2000 રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી સુધી તમામ નોટ સરકારી તિજોરીમાં પહોંચી નથી. હજુ અબજો રૂપિયાની આ નોટ લોકો પાસે છે લાંબા સમય છતાં બેંકમાં ચલણી જમા કરવામાં આવી નથી. આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં 2000 રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી સુધી તમામ નોટ સરકારી તિજોરીમાં પહોંચી નથી. હજુ અબજો રૂપિયાની આ નોટ લોકો પાસે છે લાંબા સમય છતાં બેંકમાં ચલણી જમા કરવામાં આવી નથી. આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર હજુ સુધી બજારમાં હાજર 100 ટકા નોટ સરકારી તિજોરીમાં પાછી આવી નથી. RBI એ 2000 રૂપિયાની આ નોટોને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં લોકો પાસે હજુ પણ 9,330 કરોડ રૂપિયાની 2000 ના મૂલ્યની ગુલાબી નોટો છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે ચલણી નોટ બંધ કર્યા પછી 97.38 ટકા નોટ પરત આવી છે. ગયા વર્ષે 19 મે 2023 ના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની કુલ 2,000 રૂપિયાની નોટો બજારમાં ચલણમાં હતી જેની સામે જ્યારે 29 ડિસેમ્બર 2023ના રોજ ચલણી નોટ દૂર કરાયા બાદ આંકડો ઘટીને માત્ર 9,330 કરોડ રૂપિયા સુધી આવી ગયો છે. આ મુજબ ડિસેમ્બરના અંત સુધી પણ 2.62 ટકા જેટલી ગુલાબી નોટ લોકો પાસે છે .

ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેંકે દેશના ચલણમાં સૌથી મોટા રૂપિયા 2000 ના મૂલ્યની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ સરકારી ફરમાન સાથે સ્થાનિક બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ ચલણી નોટ પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. લોકો માંગ અને જરૂરિયાતના આધારે આ સમયમર્યાદા બાદમાં વધારીને 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવી હતી.

બાકી 2000ની નોટો માટે આરબીઆઈએ 8 ઓક્ટોબર 2023થી રિઝર્વ બેન્કની ઓફિસમાં એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ રાખી છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે 2000ની ગુલાબી નોટો કાયદેસરની છે અને તે 19 RBI ઓફિસોમાં ઉપલબ્ધ છે જે અમદાવાદ સહિતની કેચેરીઓમાં નોટ જમા કરાવી શકે છે.

સરકારે ચલણમાં રહેલી 500 અને 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય પણ લીધો હતી. આ બાદ સેન્ટ્રલ બેન્કે નવેમ્બર 2016માં 2,000 મૂલ્યની નોટ ચલણમાં મૂકી હતી. વર્ષ 2018-19માં 2,000ની નોટનું પ્રિન્ટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું