Gujarati News » Photo gallery » While presenting Budget 2023 in Parliament Finance Minister Nirmala Sitharaman used word income 58 times and tax 81 times in her 90 minute speech
81 વાર ટેક્સ, 58 વાર ઈન્કમ…Budget 2023માં નાણાં મંત્રીના 90 મિનિટના ભાષણમાં સૌથી વધારે આ શબ્દોનો થયો ઉપયોગ
Nirmala Sitharaman Budget Speech: આજે સંસદ ભવનમાં નાણાં મંત્રી નિર્મલા સિતારમણે 5મી વાર બજેટ રજૂ કર્યું હતું. ચાલો જાણીએ કે નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પોતાની 90 મિનિટની સ્પીચમાં કયાં શબ્દોનો સૌથી વધારે ઉપયોગ કર્યો.
આજે સવારે સંસદ ભવન પહોંચવા પહેલા નાણાં મંત્રી નિર્મલા સિતારમણ અને તેમની ટીમ રાષ્ટ્રપતિ ભવનમાં બજેટ મંજૂર કરવા પહોંચી હતી.
1 / 10
રાષ્ટ્રપતિ પાસે બજેટ મંજૂર કરાવ્યા બાદ નાણાં મંત્રી નિર્મલા સિતારમણ અને તેમની ટીમ પોતાના મંત્રાયલ પર પહોંચી હતી.
2 / 10
સવારે 11 વાગ્યા પહેલા બજેટના દસ્તાવેજ ભારે સુરક્ષા વચ્ચે સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યાં ડોગ સ્કોડ દ્વારા તપાસ કર્યા બાદ તે દસ્તાવેજને સંસદ ભવનમાં લઈ જવામાં આવ્યા હતા.
3 / 10
નાણાં મંત્રી નિર્મલા સિતારમણ અને મંત્રીઓ બજેટ રજૂ કરવા પહેલા કેબિનેટ મિટિંગ માટે સંસદ ભવન પહોંચ્યા હતા.
4 / 10
સવારે 11 વાગ્યા નાણાં મંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવાની શરુઆત કરી હતી.
5 / 10
90 મિનિટના ભાષણ દરમિયાન આવકવેરામાં રાહત આપતા નિર્મલા સીતારમણે 81 વખત ટેક્સ શબ્દ, જ્યારે આવક શબ્દનો 58 વખત ઉપયોગ કર્યો.
6 / 10
90 મિનિટના ભાષણમાં તેમણે સૌથી વધારે 'પ્રસ્તાવ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે ભાષણમાં 89 વાર 'પ્રસ્તાવ' શબ્દનો ઉપયોગ કર્યો.
7 / 10
90 મિનિટના ભાષણમાં તેમણે 79 વાર 'પર સેન્ટ' (Per Cent) શબ્દનો ઉપયોગ કર્યો.
8 / 10
નાણાં મંત્રી નિર્મલા સિતારમણે 19 વાર 'લાખ કરોડ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
9 / 10
નાણાં મંત્રી નિર્મલા સિતારમણે 90 મિનિટના ભાષણમાં 15 વાર 'કસ્ટમ ડ્યૂટી' અને 14 વાર 'ઈનકમ ટેક્સ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.