મેષ, કુંભ અને મીન રાશીના જાતકોને શનીની સાડાસાતીમાંથી ક્યારે મળશે મુક્તિ? જાણો અહીં
હાલમાં, શનિ મીન રાશિમાં છે અને તેના કારણે, શનિની સાડાસાતી 3 રાશિઓ પર ચાલી રહી છે. જેના કારણે આ રાશિઓના લોકો પર શનિની કડક નજર છે.

શનિ અમાસને પિતૃ તર્પણ અને પિતૃ દોષ નિવારણ માટે પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસે, પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ સિવાય શનિ અમાસના દિવસે શની ચાલીસા અને શનિદેવના મંત્રોનો જાપ કરવો. સાથે જ શનિદેવને પ્રાર્થના કરવી કે જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે અથવા તેની અસર ઓછી થાય. શાસ્ત્રો અનુસાર શનિ અમાસના દિવસે જરૂરિયાતમંદોને મદદ કરવાથી પણ લાભ થાય છે. આ દિવસે કાળા કપડાનું દાન, કાળા જૂતાનું દાન કરવું શુભ ગણાય છે. તેમજ શનિ અમાસના દિવસે કાળા કૂતરાને રોટલી પર સરસવનું તેલ લગાડીને ખવડાવવું પણ શુભ ગણાય છે.

મેષ રાશિ: આ વર્ષે માર્ચ 2025થી મેષ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ છે અને સાડા 7 વર્ષ સુધી ચાલશે. આ સમયે, સાડાસાતીનો પહેલો તબક્કો મેષ રાશિ પર છે. તે જ સમયે, બીજો તબક્કો 2027થી શરૂ થશે, જે સૌથી પીડાદાયક છે. વર્ષ 2032માં, મેષ રાશિના જાતકોને શનિના સાડાસાતીથી રાહત મળશે.

કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો શનિની સાડાસાતીના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, જે છેલ્લો તબક્કો છે. આ જાતકોને વર્ષ 2027માં શનિની સાડાસાતીથી રાહત મળશે. ઉપરાંત, શનિ કુંભ રાશિનો સ્વામી છે, તેથી આ જાતકો પર શનિનો વિશેષ આશીર્વાદ છે.

મીન રાશિ: મીન રાશિના જાતકો શનિની સાડાસાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, જે સૌથી પીડાદાયક માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, જાતકોને અકસ્માતો, બીમારી, આર્થિક નુકસાન, તણાવ, સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મીન રાશિના જાતકોને 2029માં શનિની સાડાસાતીથી રાહત મળશે.

જો તમે શનિની સાડેસાતી, ઢૈય્યા અને મહાદશાથી રાહત મેળવવા માંગતા હો, તો શનિ અમાવસ્યાના દિવસે પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી, સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી, ઉપવાસ કે વ્રત કરો અને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. આ દિવસે, કાળા તલને સરસવના તેલમાં ભેળવીને શનિદેવનો ભક્તિભાવથી અભિષેક કરો. તેમને ફૂલો અર્પણ કરો અને શનિ ચાલીસા અથવા શનિ સ્તોત્રનો પાઠ કરો.
ઘરની સીડીઓ નીચે મંદિર હોવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
