શું કાશ્મીર મુદ્દે મનમોહન સિંહ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ હતી ?

સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને લગતા વિકિલીક્સના અહેવાલમાં ખુલાસો થયો હતો કે, તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુશર્રફ સાથે ગુપ્ત રીતે વાતચીત કરી હતી. આ વાતચીત દ્વારા કાશ્મીર મુદ્દે ઘણીબધી બાબતો પર સમજૂતી થઈ હતી, પરંતુ આ વાતચીત છેલ્લી ઘડીએ નિષ્ફળ ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2024 | 2:23 PM
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ સાથે તેમની સાથે જોડાયેલ ઘણા કિસ્સાઓને યાદ કરવામાં આવી રહ્યા છે. કાશ્મીર મુદ્દો પણ તેમાંનો એક છે. 2011 માં, વિકિલીક્સના અહેવાલમાં જણાવાયું હતું કે, ડૉ. મનમોહન સિંહ અને પાકિસ્તાનના તે સમયના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ "બેક ચેનલ" મારફતે કાશ્મીરના બિન-પ્રાદેશિક ઉકેલ પર સંમત થયા હતા. આ દરમિયાન બંને વચ્ચે ગુપ્ત વાતચીત પણ થઈ હોવાનો વિકિલીક્સના એ અહેવાલમાં ખુલાસો થવા પામ્યો હતો.

1 / 6
અમેરિકાના દૂતાવાસના કેબલે કહ્યું કે, અમે બેક ચેનલ મારફતે કાશ્મીર મુદ્દે એક કરાર પર પહોંચ્યા હતા. જેમાં જનરલ મુશર્રફે કાશ્મીર માટે બિન-પ્રાદેશિક ઉકેલ માટે સંમતિ દર્શાવી હતી. સિંહે વધુમાં કહ્યું કે ભારત એક મજબૂત, સ્થિર, શાંતિપૂર્ણ, લોકતાંત્રિક પાકિસ્તાન ઈચ્છે છે. ભારત પાકિસ્તાની વિસ્તારના "એક ઇંચ" ઉપર પણ દાવો કરતું નથી.

2 / 6
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષના વાટાઘાટોકારોએ કરારના અંતિમ ડ્રાફ્ટમાં સલાહકાર મિકેનિઝમ વિશે પણ વાત કરી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર સરકાર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ બંને દેશોની સરકારોના પ્રતિનિધિઓની ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી. તે પછી ચર્ચા કરવામાં આવી હતી કે આ કન્સલ્ટિવ મિકેનિઝમ મુખ્યત્વે આતંકવાદ, સંસ્કૃતિ, વેપાર અને યાત્રાળુઓ જેવા સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

3 / 6
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ "બેક ચેનલો" દ્વારા ડ્રાફ્ટ્સ શેર કર્યા હતા. અને તે ચાર-પોઇન્ટ ટેમ્પ્લેટ સાથે સુસંગત છે, મનમોહન સિંઘે પણ કેબલમાં ઉલ્લેખ કર્યો છે કે, બંને પક્ષો બેક ચેનલો દ્વારા ઉકેલ સુધી પહોંચી ગયા છે. જોકે, બાદમાં પાકિસ્તાન સરકારે આ ફોર્મ્યુલાને એમ કહીને ફગાવી દીધી હતી કે, આ મુશર્રફની અંગત વિચારસરણી છે. જેને પાકિસ્તાની સંસદ કે કેબિનેટનું કોઈ સમર્થન નહોતું.

4 / 6
કેબલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષે કહ્યું છે કે મુંબઈ હુમલામાં 150 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. ડૉ. મનમોહન સિંહે વાતચીતમાં કહ્યું હતું કે ફરી વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન એક સંસ્કારી દેશ તરીકે વર્તે અને હુમલામાં સામેલ આરોપીઓને સજા આપે. જુલાઈ 2008માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાને યાદ કરતાં ડૉ.મનમોહન સિંહે કહ્યું કે આ હુમલો પાકિસ્તાનની ISIની મદદથી કરવામાં આવ્યો હતો. અને તેમણે રાષ્ટ્રપતિ ઝરદારી અને વડાપ્રધાન ગિલાની સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

5 / 6
રિપોર્ટ અનુસાર, 4-પોઇન્ટ ફોર્મ્યુલા બનાવવામાં આવી હતી જે હેઠળ એલઓસીને અપ્રસ્તુત બનાવવામાં આવી હતી. વિવાદિત વિસ્તાર પર સંયુક્ત નિયંત્રણ, કાશ્મીર અને પીઓકેના લોકો વચ્ચે મુક્ત હિલચાલ અને ધીમે ધીમે સૈનિકોને પાછા હટાવવામાં આવે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ પણ પોતાના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે બંને દેશ ડીલ કરવાના છે.

6 / 6
Follow Us:
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

g clip-path="url(#clip0_868_265)">