AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ભાગ્ય અને સંપત્તિમાં વૃદ્ધિ માટે અપનાવો આ 7 સરળ ઉપાયો, જાણી લો

જો તમને લાગે છે કે સતત પ્રયત્નો છતાં ભાગ્ય તમારા પક્ષમાં નથી અને ઘરમાં હંમેશાં કોઈને કોઈ અવરોધ ઊભો થાય છે, તો શક્ય છે કે તેનું કારણ વાસ્તુ સંબંધિત ખામીઓ હોય. આવી ખામીઓ ઘણી વખત પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે.

| Updated on: Aug 10, 2025 | 6:38 PM
Share
જીવનમાં સુખ અને દુઃખનો આવાગમન સ્વાભાવિક છે. ક્યારેક પરિસ્થિતિઓ આપણ પક્ષમાં માં હોય છે, તો ક્યારેક વિરોધમાં. પરંતુ જો કઠિન મહેનત અને સતત પ્રયત્નો કર્યા પછી પણ સમસ્યાઓ દૂર થતી ન હોય અને દુર્ભાગ્ય સાથ છોડતું ન હોય,તો ઘર સાથે જોડાયેલા વાસ્તુ દોષ પર ધ્યાન આપવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક દોષ એવા હોય છે જે પ્રગતિના માર્ગમાં અવરોધ ઉભા કરે છે. સારા સમાચાર એ છે કે કેટલાક સરળ ઉપાયો અને દૈનિક આદતો અપનાવીને આવા દોષોને દૂર કરી શકાય છે.ચાલો, જાણીએ વાસ્તુના એવા 7 સરળ અને અસરકારક ઉપાયો જે જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકે.

1 / 9
ઘરના મુખ્ય પ્રવેશદ્વારને એ સ્થાન માનવામાં આવે છે, જ્યાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઘરની અંદર પ્રવેશ કરે છે. જો પ્રવેશદ્વાર સંબંધિત કોઈ વાસ્તુ દોષ તમારા દુર્ભાગ્યનું કારણ બની રહ્યો હોય અને તેને દૂર કરવું શક્ય ન હોય, તો અવરોધો દૂર કરનાર વિઘ્નહર્તા ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે. પ્રતિમા એવી રીતે મૂકો કે અંદર અને બહાર બંને તરફથી તેમની પીઠ ન દેખાય. (Credits: - Canva)

2 / 9
સનાતન સંસ્કૃતિમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને સૌભાગ્યનું પ્રતીક ગણવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, જો તુલસીનો છોડ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રોપવામાં આવે તો તેની સાથે જોડાયેલા અનેક દોષો દૂર થઈ શકે છે.હિંદુ ધર્મમાં તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.આ પવિત્ર છોડ નકારાત્મક શક્તિઓને અટકાવે છે અને ઘરની અંદર સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારી શકે છે. જો તુલસીનો છોડ મુખ્ય દ્વાર પાસે હોય,તો તેની આસપાસ હંમેશાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી જરૂરી છે. ખાસ ધ્યાન રાખવું કે ત્યાં ક્યારેય પણ જૂતાં, ચંપલ અથવા કચરાપેટી ન મૂકવી.

3 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, જ્યાં ઘરના ખૂણાઓમાં ગંદકી જામી રહે છે અને કરોળિયાના જાળાં છવાઈ ગયેલા હોય છે, ત્યાં ધનની દેવી લક્ષ્મી નિવાસ કરતી નથી. સુખ અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારાઓએ પોતાના ઘરના દરેક ખૂણાને સ્વચ્છ રાખવું જરૂરી છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર અને ઘરના મધ્યભાગ (બ્રહ્મસ્થાન)નો પણ સમાવેશ થાય છે. જે લોકો વાસ્તુના આ નિયમનું પાલન કરે છે, તેમના ઘરમા શાંતિ, સમૃદ્ધિ અને સુખનો વાસ રહે છે. ( Credits: Getty Images )

4 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, સારા ભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યની ઈચ્છા ધરાવતા લોકોને ક્યારેય પણ પોતાનો પલંગ અથવા સોફા સીધા બીમની નીચે મૂકવા ન જોઈએ. આ સ્થિતિને વાસ્તુમાં એક મહત્વપૂર્ણ દોષ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. જો કોઈ કારણસર આ દોષ દૂર કરવો શક્ય ન હોય, તો તેની અસર ઘટાડવા માટે તે સ્થળે વાંસળી લટકાવવી શ્રેષ્ઠ છે. (Credits: - Canva)

5 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના કોઈ પણ ખૂણામાં પાણીનું ટપકવું અથવા ભેજ રહેવું અશુભ માનવામાં આવે છે. આ પરિસ્થિતિને ગંભીર વાસ્તુ દોષ ગણવામાં આવે છે, જે આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સનાતન માન્યતાઓ અનુસાર, પાણી માતા લક્ષ્મીનું પ્રતિક છે, તેથી તેને કોઈ પણ રીતે વ્યર્થ ન વહેવડાવવું જોઈએ. (Credits: - Canva)

6 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના મુખ્ય દરવાજા ખોલતા કે બંધ કરતી વખતે તેમજ પલંગ અથવા સોફા પર બેસતાં સમયે કોઈ અવાજ થવો અશુભ માનવામાં આવે છે. આવી ખામી પરિવારમાં મતભેદ અથવા કલહનું કારણ બની શકે છે. તેથી દરવાજાના હિન્જ પર નિયમિત તેલ લગાવવું અને અવાજ કરતી વસ્તુઓને તરત જ સુધારવી કે બદલવી  જરૂરી  છે. ( Credits: Getty Images )

7 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની સીડીઓ જીવનમાં પ્રગતિ અને વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, તેને હંમેશા સ્વચ્છ  રાખવી જરૂરી છે. તૂટેલી અથવા ખરાબ હાલતમાં આવેલી સીડીઓ અશુભ માનવામાં આવે છે, જે ઘરમાં નકારાત્મક અસર લાવી શકે છે. આ કારણે, આવી સીડીઓનું સમારકામ તરત જ કરાવવું યોગ્ય છે. ઉપરાંત, સીડીઓની નીચે ક્યારેય સામાન સંગ્રહ કરવો નહીં, તેમજ તેના નીચે રસોડું અથવા શૌચાલય બનાવવાનું પણ ટાળવું જોઈએ. (Credits: - Canva)

8 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, છત પર કચરો અથવા બગડેલી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ ઘરમા નકારાત્મક ઊર્જા વધારતી હોવા સાથે શનિ અને રાહુથી જોડાયેલા વિઘ્નો પણ લાવી શકે છે. છતના વાસ્તુદોષ દૂર રાખવા માટે ત્યાં ક્યારેય કચરો, જૂની સામગ્રી, રેતી, સિમેન્ટ, વાંસની લાકડીઓ અથવા સૂકા છોડ ભેગા ન કરવા જોઈએ અને તેને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )  (Credits: - Canva)

9 / 9

તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">