Vastu Tisp : ઘરની દક્ષિણ દિશામાં રાખો આ 3 ચમત્કારિક વસ્તુ, દેવી લક્ષ્મી કરશે ધનના ઢગલા
જો તમારે જીવનમાં નાણાકીય તંગીનો સામનો ન કરવો હોય,, તો દક્ષિણ દિશામાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી લાભદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવા ઉપાયો તમારા ઘરની સમૃદ્ધિ અને ધનવૃદ્ધિમાં મદદરૂપ થાય છે.

વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. જો આપણે તેના સૂચવેલા નિયમોને યોગ્ય રીતે અનુસરીએ, તો જીવનમાં શુભતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો આ નિયમોની અવગણના કરવામાં આવે, તો તેના પરિણામો નકારાત્મક હોઈ શકે છે. (Credits: - Canva)

વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક તંગી દૂર કરવાના કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં ચોક્કસ વસ્તુઓ રાખવાથી ધન પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય છે અને નાણાકીય મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં સહાય મળી શકે છે. (Credits: - Canva)

વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ ઘરના ઉત્તર ભાગમાં તિજોરી અથવા કબાટ રાખવું શુભ માનવામાં આવે છે. તેને એવી રીતે ગોઠવવું જોઈએ કે તેનો પાછળનો ભાગ દક્ષિણ દિશામાં અને આગળનો ભાગ ઉત્તર દિશામાં હોય. આવું કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ સતત રહે છે અને નાણાકીય સમસ્યાઓનો સામનો થતો નથી. ( Credits: Getty Images )

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દીશામાં મોટો અરીસો લગાવવો લાભદાયી માનવામાં આવે છે. એવું કરવાથી જીવનમાં ઉદભવતી નકારાત્મક પરિસ્થિતિઓ હળવી થવા લાગે છે અને અનુકૂળતા વધે છે. સાથે જ, વાસ્તુ સંબંધિત દોષોમાંથી મુક્તિ મેળવવામાં પણ આ ઉપાય સહાયક સાબિત થાય છે. ( Credits: Getty Images )

જો તમે જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો પલંગ ગોઠવતી વખતે તેનું મુખ દક્ષિણ તરફ રાખવો લાભદાયક ગણાય છે. આ દિશામાં સુવાથી ઘરમાં શાંતિ અને સ્થિરતા રહે છે. સૂતી વખતે માથું દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ હોવા જોઈએ, એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. ( Credits: Getty Images )

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
