Valentines’s day special: તમારા પ્રિયજનને આપો આ ખાસ ગિફ્ટ
પ્રેમ.. આ શબ્દનો અર્થ સમજવા કરતા તેને અનુભવવો વધુ જરૂરી છે કારણ કે પ્રેમ અનુભૂતિનો પર્યાય છે. પ્રેમ,લાગણી, હૂંફ, એકમેક પ્રત્યેનો માન સન્માનનો ભાવ પણ પ્રેમ જ છે.
પ્રેમ.. આ શબ્દનો અર્થ સમજવા કરતા તેને અનુભવવો વધુ જરૂરી છે કારણ કે પ્રેમ અનુભૂતિનો પર્યાય છે. પ્રેમ,લાગણી, હૂંફ, એકમેક પ્રત્યેનો માન સન્માનનો ભાવ પણ પ્રેમ જ છે. ભેટ થકી આ પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે તો ભાવને અભિવ્યક્ત કરવાનો અવસર આવી ચૂક્યો છે. જી હા વાત છે વેલેન્ટાઈન ડેની. આ અવસર પર તમારા પ્રેમ, ઊર્મિ અને સંવેદનાને વાચા આપવા માટે આપના પ્રિયજનને ભેટ આપવાનું ચૂકશો નહીં.

આરોગ્ય વર્ધક ગિફ્ટ- આ વર્ષે કોરોના અને લૉકડાઉન બાદ પહેલીવાર લોકો વેલેન્ટાઈન્સ ડે મનાવશે. હાલની પરિસ્થીતીને જોતા તમે તમારા પ્રિયજનને આરોગ્ય વર્ધક કીટ આપી શકો છો. આવી કીટ 500 રૂપિયાથી શરૂ થાય છે.

સ્માર્ટ વૉચ- જો તમે તમારા પાર્ટનરને કોઈ ઘડિયાળ આપવાનું વિચારી રહ્યા હોવ તો હવે જમાનો સ્માર્ટ વૉચનો છે. બજારમાં વિવિધ પ્રકારની સ્માર્ટ વોચ મળી રહે છે. જેની કિંમત 1,000થી શરૂ થઈ જાય છે, સ્માર્ટ વોચ યૂઝરના હાર્ટ રેટ તેમજ ફિઝીકલ એક્ટિવિટી પર નજર રાખે છે અને હેલ્થને લઈને પણ તે એક સારી ચોઈસ છે.

પ્લાન્ટ્સ- જો તમારા પાર્ટનરને ગાર્ડનિંગનો શોખ છે તો તેમને તમે પ્લાન્ટ્સ ગિફ્ટ તરીકે આપી શકો છો. આ પ્લાન્ટ્સ તમારી હેલ્થની સાથે સાથે મૂડ પણ સારો રાખશે અને આ પ્લાન્ટ્સ ઘરની પણ શોભા વધારશે.

મોબાઈલ કવર- તમે તમારા પાર્ટનરને ગિફ્ટમાં મોબાઈલના બેક કવર આપી શકો છો. બજારમાં સારા કવરની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે, બજારમાં વિવિધ પ્રકારના ફેન્સી કવર મળે છે, આ કવરમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઈઝેશન પણ કરાઈ શકો છો, તમારા પાર્ટનરનો ફોટો કે નામ લખાવીને આપી શકો છો.
આ પણ વાંચો: Yami Gautamએ Alia-Deepikaની ઉંઘ ઉડાડી, આ 8 મોટી ફિલ્મો અભિનેત્રીના હાથમાં આવી