Tokyo Paralympics: જબરદસ્ત આતશબાજી સાથે પેરાલિમ્પિકની શાનદાર શરુઆત થઇ, તસ્વીરોમાં જુઓ રમતોનો રંગારંગ પ્રારંભ

પેરાલિમ્પિક ગેમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ મંગળવારે જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાયો હતો. ઉદઘાટન સમારોહમાં ભારતીય ટીમે ટેક ચંદના નેતૃત્વમાં માર્ચ કરી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 10:18 PM
પેરા ખેલાડીઓની ભાવનાને સલામ કરતા 16 મી પેરાલિમ્પિક ગેમ્સનો ઉદઘાટન સમારોહ મંગળવારે શરૂ થયો. જેમાં COVID-19 રોગચાળાને કારણે થતા વિક્ષેપો વચ્ચે આગળ વધવાનો સંદેશ આપ્યો છે.

1 / 10
ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) ગેમ્સનો ઉદઘાટન સમારોહ તે જ મેદાનમાં થયો હતો, જ્યાં લગભગ એક મહિના પહેલા ટોક્યો ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થયું હતું. જોકે આ વખતે સ્ટેડિયમમાં ખૂબ ઓછા લોકો હતા.

2 / 10
57 વર્ષ પછી ટોક્યોમાં ફરીથી પેરાલિમ્પિક ગેમ્સ યોજાઈ રહી છે. જેનાથી જાપાનની રાજધાનીને બે વખત ગેમ્સનું આયોજન કરનાર પ્રથમ શહેર બન્યુ છે.

3 / 10
વિવિધતા અને સમાવેશના પ્રતીક તરીકે સમારંભ માટે 'પેરા એરપોર્ટ' જેવું સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતું. પેરા પ્લેયર્સની શક્તિ દર્શાવતા વીડિયોથી ઉજવણીની શરૂઆત થઈ.

4 / 10
વિડીયોના અંતે, 'પેરા એરપોર્ટ' કર્મચારીઓ જેવા પોશાકમાં રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્ટેડિયમ ઉપર આતશબાજીનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

5 / 10
આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ એન્ડ્રુ પાર્સન્સ અને જાપાનના સમ્રાટ નારુહિતોનું સ્ટેડિયમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટેજ પર છ લોકો જાપાનીઝ ધ્વજ લઈને આવ્યા હતા. જેમાં ચાર વખતના ઓલિમ્પિક ફ્રી સ્ટાઇલ કુસ્તી ચેમ્પિયન કાઓરી ઇકો અને બચાવ કાર્યકર્તા તાકુમી અસ્તાનીનો સમાવેશ થતો હતો.

6 / 10
પેરાલિમ્પિક ગેમ્સમાં તમામ ટીમો એક પછી એક મેદાન પર પોતાનો ધ્વજ લઈને આવી હતી. જેની શરૂઆત પેરાલિમ્પિક ગેમ્સના ધ્વજ સાથે મેદાનમાં આવેલી પેરાલિમ્પિક રેફ્યુજી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

7 / 10
ભારત તરફથી માત્ર નવ સભ્યોની ટીમે ઉદઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. ભારતીય ખેલાડીઓ ગ્રે રંગના કોટ-પેન્ટમાં દેખાયા હતા. ભારતીય દળમાંથી માત્ર એક જ ખેલાડી સામેલ હતો. જે શોટપુટ ખેલાડી ટેક ચંદ ટીમમાં એકમાત્ર ખેલાડી હતા.

8 / 10
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં 2550 પુરુષ અને 1853 મહિલા ખેલાડીઓ ભાગ લેશે. 5 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ ગેમ્સમાં 54 ખેલાડીઓ દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. જે અત્યાર સુધી દેશનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ છે.

9 / 10
આ વૈશ્વિક રમતોની આ સિઝનમાં રેકોર્ડ 4403 ખેલાડીઓ ભાગ લેશે. તેનો અગાઉનો રેકોર્ડ 4328 ખેલાડીઓએ રિયો 2016 ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારત તરફથી 54 ખેલાડીઓએ ભાગ લીધો છે.

10 / 10

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">