AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata ના સ્ટોકમાં રૂપિયા છાપવાની શાનદાર તક! તાજ હોટેલની માલિકી ધરાવતી કંપની આપવા જઈ રહી છે 225% ડિવિડન્ડ

Tata dividend stock:ટાટા કંપનીના શેર આજે બજારમાં રહેશે. આ શેર ડિવિડન્ડ માટે ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ ટાટા કંપની હોટલ ચલાવે છે અને પ્રખ્યાત તાજ બ્રાન્ડની માલિકી ધરાવે છે. 5 વર્ષમાં, તેણે 870 ટકાનું મોટું વળતર આપ્યું છે.

| Updated on: Jun 30, 2025 | 1:33 PM
Tata dividend stock , Indian Hotels Dividend Record Date 2025: આજે એટલે કે સોમવાર, 30 જૂનના રોજ રોકાણકારો સાથે ટાટાનો એક સ્ટોક શેરબજારના રડાર પર રહેશે. આજે આ સ્ટોક ડિવિડન્ડ માટે ટ્રેડ થશે. આ સ્ટોક (ટાટા સ્ટોક) એ 2 વર્ષમાં 100 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપીને રોકાણકારોના પૈસા બમણા કર્યા છે. અમે અહીં જે ટાટા કંપની વિશે વાત કરી રહ્યા છીએ તે તાજ હોટેલ ચલાવે છે. કંપનીનું નામ ઇન્ડિયન હોટેલ્સ છે.

1 / 8
ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) એ તેના રોકાણકારો માટે 225% ના ભારે ડિવિડન્ડની ભલામણ કરી છે. ટાટા ગ્રુપની માલિકીની IHCL એ પણ Q4 2025 ના પરિણામો સાથે તેના શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

2 / 8
ટાટા ગ્રુપની હોટેલ અને હોસ્પિટાલિટી કંપની IHCL ના બોર્ડે 2.25 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ માહિતી આપી છે કે AGMમાં શેરધારકોની મંજૂરી મળ્યા પછી આ ડિવિડન્ડ આપવામાં આવશે. IHCL એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર પર 225% ના દરે 2.25 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે.

3 / 8
ઈન્ડિયન હોટેલ્સે આ ડિવિડન્ડ માટે 30 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે આ તારીખ સુધી ઇન્ડિયન હોટેલ્સના શેર ધરાવતા રોકાણકારોને ડિવિડન્ડનો લાભ આપવામાં આવશે.ઇન્ડિયન હોટેલ્સે જણાવ્યું હતું કે 11 જુલાઈના રોજ અથવા તે પછી પાત્ર શેરધારકોને રૂ. 2.25 નું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

4 / 8
ટાટાની કંપની ICHL એ નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં તેના PAT માં 28.4 ટકાનો વધારો નોંધાવ્યો હતો અને તે 562.66 કરોડ રૂપિયા થયો હતો, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 438.33 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કાર્યકારી આવક 2425 કરોડ રૂપિયા રહી હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 1905 કરોડ રૂપિયા કરતા 27.3 ટકા વધુ છે.

5 / 8
બીએસઈ પર ઈન્ડિયન હોટેલ્સના શેરની ૫૨ અઠવાડિયાની રેન્જ રૂ. 894.15 થી રૂ. 571.15 ની વચ્ચે છે. ટાટાના આ શેરમાં એક વર્ષમાં લગભગ 23 ટકાનો વધારો થયો છે, જ્યારે છ મહિનામાં તેની કિંમત 10 ટકા ઘટી છે.

6 / 8
આ ટાટા કંપનીએ લાંબા ગાળે રોકાણકારોને ઘણો ફાયદો આપ્યો છે. જો આપણે 3 વર્ષના વળતર પર નજર કરીએ તો, શેરમાં 239 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે 5 વર્ષમાં તેણે 870 ટકાનું જંગી વળતર આપીને રોકાણકારોના પૈસામાં અનેકગણો વધારો કર્યો છે.

7 / 8
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

8 / 8

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">