Surat: સુરતમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 8 હજાર દિવડાની આરતી કરાઈ, 70 હજાર લોકોએ ફ્લેશ લાઈટ કરી, જુઓ Photo

Surat: સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં કેક કાપી હનુમાન જન્મોત્સવ ઉજવાયો, 8 હજાર દીવાથી દાદાની આરતી કરાઈ, 70 હજરાથી વધુ લોકોએ ફ્લેશ લાઇટ કરતાં ગ્રાઉન્ડ ઝળહળ્યું હતુ.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:09 PM
સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસ યુવા કથા ચાલી રહી છે. ગઈકાલે કથાનો ચોથો દિવસ હતો. ચોથા દિવસે કથા સ્થળે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ.

1 / 5
સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતુ અને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કથા મંડપને પણ ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 51 કિલોની કેક દાદાને ધરવામાં આવી હતી.

2 / 5
મહત્ત્વનું છે કે, હનુમાન જન્મોત્સવ નિમિત્તે કથા સમિતિ દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપતી ખાસ કેક બનાવવામાં આવી હતી. તેનું કટિંગ પણ કરાયું હતું. આ દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સ્ટેજ પરથી હરિપ્રકાશ સ્વામી અને આમંત્રિત મહેમાન દ્વારા 51 કિલો કેકનું કટિંગ કરાયું હતું.

3 / 5
હનુમાન જન્મોત્સવ નિમિત્તે 8 હજારથી વધુ દીવાથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી ઉતારાઈ હતી.

4 / 5
ગ્રાઉન્ડમાં ઉપસ્થિત 70 હજારથી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ કરતાં આખું ગ્રાઉન્ડ ઝળહળી ઉઠ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, હનુમાન જન્મોત્સવ પહેલાં એક સાથે આખું ગ્રાઉન્ડ હનુમાનમય બન્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">