લાઇબ્રેરીનું સંચાલન બન્યું સરળ, સુરતમાં તૈયાર કરાયું લાઇબ્રેરીનું ડિજિટલ મોડલ, જુઓ તસવીર

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કચેરીમાં જ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે. કચેરીમાં કામ માટે આવતા લોકો વેઇટિંગ દરમ્યાન આ લાઇબ્રેરીનો લાભ લઈ શકે છે. પરંતુ આ સુરતની લાઇબ્રેરી અનોખી રીતે તૈયાર કરવામાં આવી છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Jun 29, 2024 | 5:38 PM
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં શિક્ષણને લગતા વિવિધ કામો માટે આવતા અરજદારો કે મુલાકાતિઓના સમયનો સદુપયોગ થાય એ માટે કચેરીમાં પ્રવેશતા ની સાથે વેઇટિંગ એરિયામાં તરતું પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે.

1 / 6
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ પુસ્તકાલયમાં 40 જેટલા પુસ્તકોના QR કોડ લગાવવામાં આવ્યા છે. જેથી ફિઝિકલ બુકનું મોનિટરિંગ કરવાની પણ જરૂર પડતી નથી.

2 / 6
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આરટીઇના કામે શિક્ષણના કામે મોટી સંખ્યામાં મુલાકાતી અને અરજદારો આવતા હોય છે જેમના કામના નિકાલમાં બે કલાકથી વધુનો સમય લાગતો હોય છે અવી પરિસ્થિતિમાં મુલાકાતી કચેરીમાં જ બેસે છે તે સમયે તેમના સમયનો સદુપયોગ થાય અને તેમનામાં  વાંચનનો શોખ વિકસાવી શકાય એ હેતુથી કચેરીમાં પ્રવેશતાની સાથે જ ટેબલ પર પુસ્તકોના ક્યુ આર કોડ લગાવવામાં આવ્યા છે.

3 / 6
ગુજરાતી સાહિત્યના પુસ્તકોના વિવિધ 40 જેટલા પુસ્તકોના ક્યુ આર કોડ ત્યાં લગાવવામાં આવ્યા છે જેથી કરીને મુલાકાતિઓ ક્યુ આર કોડ સ્કેન કરીને પોતાના મોબાઈલમાં જ પુસ્તક વાંચી શકે છે

4 / 6
જો હાર્ડ કોપીમાં પુસ્તક રાખવામાં આવે તો તેનુ મોનિટરિંગ કરવું શક્ય બનતું નથી. જેથી આજના ડિજિટલ યુગમાં ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરીને સરળ સોલ્યુશન અપનાવવામાં આવ્યું છે. આવતા જતા મુલાકાતીઓ તે વાંચનનો સારો લેખ જોઈ તેમાંથી પ્રેરણા લે અને વાંચનનો શોખ પણ કેળવાય એવા પ્રયત્નો રૂપે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

5 / 6
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથ પરમારે  જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મુલાકાતઓ જે તે અધિકારીઓને મળવા માટે આવતા હોય છે તેમના સમયમાં સદુપયોગ થાય એ માટે તરતું પુસ્તકાલય પ્રયોગ અંતર્ગત ક્યુ આર કોડ મૂકવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર વધે એ માટે સારા સારા પુસ્તકો મારી હકીકત મળેલા જીવ શૂન્ય માંથી સર્જન  ગુજરાતની લોક સંસ્કૃતિ ગુજરાતનો ઈતિહાસ વગેરે જેવા વિવિધ પુસ્તકો મૂકવામાં આવ્યા છે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">