Stock Market: રોકાણકારો નવરાત્રી પછી તૈયાર રહેજો! આ 3 કંપની આપશે ‘બોનસ શેર’, તમારો પોર્ટફોલિયો ચેક કરી લેજો
શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. આવતા અઠવાડિયે 3 કંપની તેના શેરધારકોને બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે.

શેરબજારના રોકાણકારો માટે એક મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, આવતા અઠવાડિયે 3 કંપની તેના શેરધારકોને બોનસ શેર આપવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, GEE લિમિટેડ કંપની 1:1 રેશિયોમાં બોનસ શેર ઓફર કરશે. આનો અર્થ એ છે કે, તમારી પાસે જેટલા શેર છે તેટલા જ નવા શેર મફતમાં મળશે.

Paushak લિમિટેડ કંપનીએ 3:1 રેશિયોમાં બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે, રોકાણકારોને દરેક શેર ઉપર ત્રણ બોનસ શેર મળશે, જે રોકાણકારો માટે સૌથી મોટી ઓફર માનવામાં આવી રહી છે.

વધુમાં Shilpa Medicare લિમિટેડ કંપની 1:1 રેશિયોમાં બોનસ શેર ઓફર કરશે. ટૂંકમાં તમારી પાસે રહેલા દરેક શેર ઉપર તમને વધારાનો એક શેર ફ્રી મળશે.

આ ત્રણેય કંપનીઓની એક્સ-ડેટ અને રેકોર્ડ ડેટ 3 ઓક્ટોબર, 2025 છે. સરળ રીતે કહીએ તો, આ તારીખ સુધીમાં શેર ધરાવતા રોકાણકારો બોનસ શેર મેળવવા માટે પાત્ર બનશે. રેકોર્ડ ડેટ પછી ખરીદેલા શેર બોનસ માટે પાત્ર રહેશે નહીં.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
