AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સપ્તાહે શેરબજાર નવો રેકોર્ડ બનાવશે કે થશે ઘટાડો? જાણો શું કહે છે નિષ્ણાતો કેવી રહેશે બજારની ચાલ

ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 663.35 પોઈન્ટ અથવા 0.90 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.7 પોઈન્ટ અથવા 0.74 ટકા વધ્યો હતો. શનિવારે સેન્સેક્સ 60.80 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 73,806.15ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો.

| Updated on: Mar 03, 2024 | 2:29 PM
Share
આ સપ્તાહે શેરબજારોની દિશા વૈશ્વિક બજારોના વલણ, વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ અને સ્થાનિક મોરચે મેક્રો ઇકોનોમિક ડેટાના આધારે નક્કી થશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય આપ્યો છે. આ અઠવાડિયું ઓછા ટ્રેડિંગ સેશનનું રહેશે. ગયા સપ્તાહે અપેક્ષા કરતાં વધુ સારા GDP વૃદ્ધિ દરના ડેટાને કારણે શેરબજારમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો.

1 / 5
આવતા શુક્રવારે 'મહાશિવરાત્રિ' ના તહેવારના કારણે શેરબજાર બંધ રહેશે. સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે, બજાર 5 માર્ચે અમેરિકાના સર્વિસ PMI ડેટા, 8 માર્ચે અમેરિકાના બેરોજગારી ડેટા પર નજર રહેશે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે અને આ બજારના 'મૂડ' પર અસર કરી શકે છે.

2 / 5
સ્થાનિક સમાચાર પર વાત કરીએ તો, સર્વિસ સેક્ટર માટે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ડેટા મંગળવારે આવશે. માસ્ટર કેપિટલ સર્વિસિસ લિ. અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે, આ સપ્તાહે, બજાર વૈશ્વિક અને સ્થાનિક આર્થિક ડેટા, FII/DIIના રોકાણના વલણ, ક્રૂડ ઓઇલ રિઝર્વ, ડોલર સામે રૂપિયાની ગતિવિધિ અને વૈશ્વિક બજારોના વલણ પર પ્રતિક્રિયા આપશે.

3 / 5
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ચીનમાંથી ફુગાવાના ડેટા સાથે યુએસના વધારાના ડેટા જેમ કે PMI અને પેરોલ ડેટા બજારને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

4 / 5
ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 663.35 પોઈન્ટ અથવા 0.90 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.7 પોઈન્ટ અથવા 0.74 ટકા વધ્યો હતો. શનિવારે સેન્સેક્સ 60.80 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 73,806.15ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો.

ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 663.35 પોઈન્ટ અથવા 0.90 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.7 પોઈન્ટ અથવા 0.74 ટકા વધ્યો હતો. શનિવારે સેન્સેક્સ 60.80 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 73,806.15ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">