AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: માત્ર અડધા કલાકમાં ચાંદીમાં ₹65 હજાર રૂપિયાનો ઘટાડો

છેલ્લા ઘણા સમયથી ચાંદીએ નવો ઈતિહાસ રચી દીધો છે. ત્યારે ચાંદી પહેલીવાર 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગઈ છે. ત્યારે રાત્રે 8.30 થી 9 ની વચ્ચે માત્ર 30 મિનિટમાં જ ચાંદીમા જબરદસ્ત ઉલટ ફેર જોવા મળ્યો. માત્ર 30 મિનિટમાં ચાંદી 65 હજાર સુધી નીચે આવી ગઈ જે બાદ 10 જ મિનિટમાં ચાંદીએ રિકવર કરતા 43 હજારનો ઉછાળ જોવા મળ્યો

Breaking News: માત્ર અડધા કલાકમાં ચાંદીમાં ₹65 હજાર રૂપિયાનો ઘટાડો
| Updated on: Jan 29, 2026 | 9:28 PM
Share

ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 થી 9.00 વાગ્યાની વચ્ચે MCX માર્કેટમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. માત્ર 30 મિનિટના ટૂંકા સમયગાળામાં ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. ચાંદી અગાઉ 4,26,992 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહી હતી, પરંતુ અચાનક ભારે વેચવાલી શરૂ થતાં ભાવ સીધા ઘટીને 3,55,001 સુધી પહોંચી ગયા. એટલે કે માત્ર અડધા કલાકમાં લગભગ 65 હજાર રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો, જેને કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ ભારે પડતર બાદ પણ ચાંદીએ ઝડપી રિકવરી દર્શાવી હતી. 3,55,001ના તળિયે પહોંચ્યા પછી માત્ર 10 મિનિટની અંદર જ ચાંદીમાં લગભગ 43 હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો હતો, જે બજારમાં ફરીથી ખરીદીનું દબાણ વધ્યું હોવાનો સંકેત આપે છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાંદીના ભાવ ફરીથી 4 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા હતા, જ્યારે કેટલાક સમય માટે ચાંદી 3,70,000 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી હતી.

ચાંદીમાં આટલા મોટા પાયે આવેલા અચાનક ઘટાડાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે ટેક્નિકલ લેવલ તૂટવા, હાઈ વોલેટિલિટી અને શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગને કારણે આ હલચલ થઈ હોવાની શક્યતા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">