ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નિર્ણાયક મુકાબલો કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાનમાં રમાવાનો છે. કેપટાઉનમાં ભારતની પ્રથમ ટેસ્ટ જીતની રાહ છેલ્લા 29 વર્ષથી ચાલી રહી છે. આ દરમિયાન કેપટાઉનમાં રમાયેલી 5 ટેસ્ટમાં ભારત એક પણ જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં, મોટો સવાલ એ છે કે, શું આ વખતે ભારતીય ટીમ કેપટાઉનમાં જીતની રાહનો અંત લાવી શકશે.
1 / 6
ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ જાન્યુઆરી 1993માં કેપટાઉનમાં રમી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટે 360 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ભારતે મનોજ પ્રભાકર અને સચિન તેંડુલકરની અડધી સદીના આધારે પ્રથમ દાવમાં 276 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટે 130 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી અને ભારત સામે 215 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતીય ટીમે બીજા દાવમાં 1 વિકેટે 29 રન બનાવ્યા હતા અને મેચ ડ્રો રહી હતી.
2 / 6
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ જાન્યુઆરી 1997માં કેપટાઉનમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ આ ટેસ્ટ 282 રનના મોટા માર્જિનથી જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ ગેરી કર્સ્ટન, બ્રાયન મેકમિલન અને લાન્સ ક્લુઝનરની સદીના આધારે 7 વિકેટે 529 રને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 359 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટે 256 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરી અને ટીમ ઈન્ડિયા સામે 427 રનનો ટાર્ગેટ આપ્યો. પરંતુ ભારતીય ટીમ 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
3 / 6
વર્ષ 2007માં કેપટાઉનમાં બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીત મેળવી હતી. વસીમ જાફરના 116 રનની મદદથી ભારતે પ્રથમ દાવમાં 414 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 373 રનમાં સમેટીને લીડ મેળવી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 169 રન જ બનાવી શકી હતી. પરિણામ એ આવ્યું કે, 211 રનના લક્ષ્યનો દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને સરળતાથી પીછો કરી લીધો.
4 / 6
2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે ટકરાઈ હતી. અને આ વખતે બંને ટીમો વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
5 / 6
2018ના પ્રવાસ પર વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમાયેલી કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 72 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 208 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ભારતીય ટીમ માત્ર 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.