PKL 2022: ગુજરાત જાયન્ટ્સ-બેંગલુરુ બુલ્સની જીત, જાણો Points Table ની શું છે સ્થિતિ?

પ્રો કબડ્ડી લીગ (PKL 2022) માં મંગળવારે બંગાળ વોરિયર્સ અને યુપી યોદ્ધાને હારનો સામનો કરવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 10:21 AM
ગુજરાત જાયન્ટ્સે મંગળવારે પ્રો કબડ્ડી લીગ (PKL 2022) મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સને 34-25થી હરાવ્યું. ગુજરાત માટે અજય કુમારે નવ પોઈન્ટ બનાવ્યા જ્યારે પ્રદીપ કુમારે સાત પોઈન્ટ્સ સાથે યોગદાન આપ્યું.

1 / 5
બંગાળ માટે કેપ્ટન મનિન્દર સિંહે નવ પોઈન્ટ બનાવ્યા પરંતુ પરવેશ ભૈંસવાલ અને સુનીલ કુમારની દેખરેખ હેઠળ ગુજરાતના ડિફેન્સની શાનદાર રમત સામે તે આરામદાયક લાગતો ન હતો.

2 / 5
મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. ગુજરાતની ટીમ પહેલા હાફમાં માત્ર એક પોઈન્ટ (13-12)થી આગળ હતી. હાફ ટાઈમ પછી ગુજરાતના કોચે રાકેશ નરવાલની જગ્યાએ રાકેશ એસને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો અને આ યુવા ખેલાડીએ સુપર રેઈડમાંથી ત્રણ પોઈન્ટ મેળવીને આ નિર્ણયને સાચો સાબિત કર્યો. આ પછી ગુજરાત જાયન્ટ્સે પોતાની લીડ મજબૂત કરવાનું ચાલુ રાખ્યું અને નવ પોઈન્ટથી મોટી જીત નોંધાવી.

3 / 5
અન્ય મેચમાં, બેંગલુરુ બુલ્સે યુપી યોદ્ધાને 5 પોઈન્ટના માર્જીનથી હરાવ્યું. બેંગલુરુ બુલ્સે 31 અને યુપી યોદ્ધાએ 26 પોઈન્ટ બનાવ્યા. બેંગલુરુએ 15 અને યુપી યોદ્ધાએ 13 ટેકલ પોઈન્ટ બનાવ્યા.

4 / 5
PKL 2022ના પોઈન્ટ ટેબલમાં દબંગ દિલ્હી નંબર વન, બેંગલુરુ બુલ્સ બીજા અને પટના પાઈરેટ્સ ત્રીજા નંબરે છે. હરિયાણા સ્ટીલર્સ ચોથા નંબરે, યુ મુમ્બા પાંચમા નંબરે અને યુપી યોદ્ધા છઠ્ઠા નંબરે છે. બંગાળ વોરિયર્સ 7મા નંબર પર છે. તેલુગુ ટાઇટન્સ લીગમાં તળિયે ચાલી રહી છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">