AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરવા ગિરનારની પરિક્રમા માટે એસટી નિગમ દ્વારા ફાળવાઈ 400 બસ, શહેરમાંથી પરિક્રમા રૂટ પર જવા માટે 50 મિનિ બસની કરાઈ વ્યવસ્થા- Video

ગરવા ગિરનારની પરિક્રમા માટે એસટી નિગમ દ્વારા ફાળવાઈ 400 બસ, શહેરમાંથી પરિક્રમા રૂટ પર જવા માટે 50 મિનિ બસની કરાઈ વ્યવસ્થા- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2026 | 9:23 PM
Share

શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વહેલો પ્રારંભ થયો છે. પરિક્રમાવાસીઓની સુવિધા માટે ST નિગમ દ્વારા 400 બસો અને શહેરમાંથી પરિક્રમા રૂટ પર જવા માટે 50 મિનિ બસ ફાળવવામાં આવી છે.

 

શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. કારતક સુદ અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલતી આ પરિક્રમા આ વર્ષે 15 કલાક વહેલી જ આરંભ કરી દેવાઈ છે. પરિક્રમાવાસીઓને કોઈ અગવડ ન પડે તેનું તંત્ર દ્વારા પૂરતુ ધ્યાન રખાઈ રહ્યુ છે. દર વર્ષો લાખો ભાવિકો આ પરિક્રમામાં જોડાતા હોવાથી આવવા જવા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. એસટી નિગમ દ્વારા પણ વિશેષ બસો ફાળવવામાં આવે છે. ત્યારે લાખો ભાવિકોને ધ્યાને રાખી એસટી નિગમ દ્વારા બસ સ્ટેન્ડથી પંચાયત પાર્કિંગ સુધી 50 મિનિ બસ ફાળવવામાં આવી છે અને પરિક્રમાવાસીઓને લાવવા-લઈ જવા માટે તેને દોડાવાઈ રહી છે. આ બસો દ્વારા નજીવા દરે ભાવિકોને પરિક્રમા રૂટ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. મિનિ બસમાં ટિકિટના દર 30 રૂપિયા અને હાફ ટિકિટ 15 રૂપિયા રાખવામાં આવી છે.

આ તરફ એસટી નિગમ દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ જુનાગઢ જવા માટેની વિશેષ બસ ફાળવવામાં આવી છે. પરિક્રમાવાસીઓ માટે એસટી નિગમ દ્વારા 400 બસો દોડાવાઈ છે. વિશેષ બસ સેવાઓનો આજે ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર સહિતના હોદ્દેદારોએ પ્રારંભ કરાવ્યો.

 

મહત્વની બાબત છે કે પરંપરા મુજબ ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ મધ્યરાત્રિથી થવાનો હતો. જોકે, પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે વહેલો પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે લીલી પરિક્રમાં નિર્ધારિત સમય કરતા 15 કલાક વહેલી પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓમાં પરિક્રમાનો મહિમા એટલો વધારે છે કે આજે મધ્યરાત્રિથી જ વિધિવત શરુઆત કરવામાં આવી છતા પણ લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં છે.

કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,…. ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો

Published on: Nov 20, 2026 09:23 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">