આ સરકારી સ્કીમે રોકાણકારોના રૂપિયા ડબલ કર્યા, લોકોએ સોનું સમજી કર્યુ હતું રોકાણ
સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણકારોને 160% જેટલું વળતર મળ્યું છે, પરંતુ રિડેમ્પશનમાં મોડું થઈ રહ્યું છે. આરબીઆઈએ 16 નવેમ્બર રિડેમ્પશન તારીખ જાહેર કરી હતી, પરંતુ હજુ સુધી રોકાણકારોને પૈસા મળ્યા નથી. આ યોજનામાં 72,274 કરોડ રૂપિયા એકત્ર થયા છે અને 67 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. રોકાણકારોને 2.5% વાર્ષિક વ્યાજ પણ મળવાનું છે.
Most Read Stories