Pushpa 2 Trailer Review : પહેલા કરતા વધુ ખતરનાક અવતારમાં જોવા મળ્યો ‘પુષ્પા’, વિલન પણ રહ્યો લાઈમલાઈટમાં

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મનું ટ્રેલર બિહારમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ દરમિયાન ચાહકોનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળ્યો હતો. અલ્લુ અર્જુન ખુદ આ ગ્રાન્ડ ઈવેન્ટનો ભાગ બન્યા હતા. તો ચાલો આપણે જાણીએ કે, પહેલા પાર્ટની રિલીઝના 3 વર્ષ બાદ પુષ્પા 2 ટ્રેલર કેવું છે.

Pushpa 2 Trailer Review : પહેલા કરતા વધુ ખતરનાક અવતારમાં જોવા મળ્યો 'પુષ્પા', વિલન પણ રહ્યો લાઈમલાઈટમાં
Follow Us:
| Updated on: Nov 18, 2024 | 1:13 PM

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર આવી ગયું છે. આ ફિલ્મ વર્ષ 2021માં આવી હતી. હવે રિલીઝના 3 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો પાર્ટ આવી રહ્યો છે. પુષ્પા 2 માટે ચાહકોને ખુબ લાંબી રાહ જોવી પડી છે. ટ્રેલર રિલીઝ થતાં ચાહકો ખુશ થયા છે. મેકર્સ દ્વારા  આ વખતે ટ્રેલર સાઉથમાં નહિ વિદેશમાં પણ નહિ પરંતુ બિહારમાં લોન્ચ કરવામાં આવ્યું. અહિ મેદાન ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતુ. પુષ્પા ધ ફાયરની ગુંજ સંભળાય છે. તો ચાલો જાણીએ કે, કેવું છે પુષ્પા 2નું ટ્રેલર અને આ ફિલ્મના પહેલા પાર્ટથી કેટલુ અલગ છે.

કેવું છે પુષ્પા 2નું ટ્રેલર જાણો

પુષ્પા 2નું 2 મિનિટ 48 સેકન્ડના ટ્રેલરમાં મેકર્સે એવું કાંઈ દેખાડ્યું નથી કે, જેનાથી સ્ટોરી વિશે કોઈ ખાસ અંદાજો લગાવી શકાય. ટ્રેલરમાં કેટલાક સીન એવા પણ દેખાડવામાં આવ્યા છે. જે પહેલા પાર્ટ સાથે મેચ ખાય છે. તો કેટલાક સીન એવા પણ છે. જે પહેલા પાર્ટથી વધારે ઉત્સાહિત કરે છે. આ સિવાય આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક પહેલા પાર્ટથી ખુબ સારો જોવા મળી રહ્યો છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

‘ફાયર નહિ વાઈલ્ડ ફાયર હું મે’

ટ્રેલરમાં ફહાદ ફાઝિલ પણ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે તે લાઈમ લાઈટમાં આવી ચૂક્યો છે. અલ્લુ અર્જુન અને ફહાદ ફાઝિલ આમને સામે હશે. લોકો ટ્રેલર જોઈને તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. તો કોઈએ કહ્યું પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજે ક્યાં, ફાયર નહિ વાઈલ્ડ ફાયર હું મે.પુષ્પા ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ કોરોના સમયગાળા દરમિયાન રિલીઝ થઈ હતી. તે ચાહકોને ખુબ પસંદ પણ આવી હતી.

સાઉથની ફિલ્મોને લોકપ્રિયતા

પુષ્પાનો એટલો ક્રેઝ કે જોવા મળ્યો કે, આ ફિલ્મની સફળતા બાદ હિન્દી ચાહકોમાં સાઉથની ફિલ્મોને લોકપ્રિયતા મળવા લાગી. આ ફિલ્મ બાહુબલીની સફળતા અને લોકપ્રિયતાને આગળ લઈ ગઈ અને આ પછી જ RRR, કલ્કી, સલાર અને KGF જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી.

g clip-path="url(#clip0_868_265)">