Ahmedabad Video : ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો, રતનપુર એક દર્દીને 10 દિવસમાં 2 ઓપરેશન કરતા થયુ હતુ મોત

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીનું વધુ એક કાંડનો ખુલાસો થયો છે. રુપિયાની લાલચે એક દર્દીનો જીવ લીધાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટર વજીરાણીના કારસ્તાન પર TV9નો EXCLUSIVE ખુલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2024 | 2:50 PM

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીનું વધુ એક કાંડનો ખુલાસો થયો છે. રુપિયાની લાલચે એક દર્દીનો જીવ લીધાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટર વજીરાણીના કારસ્તાન પર TV9નો EXCLUSIVE ખુલાસો થયો છે. વજીરાણીની બેદરકારીએ એક નિર્દોષનો ભોગ લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધંધુકાના રતનપુર ગામના પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે.

માત્ર 10 જ દિવસની અંદર બે ઓપરેશન !

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાઈલાલ સોલંકી નામની વ્યક્તિને 2 વાર ઓપરેશન કરી 3 સ્ટેન્ટ મુક્યા છે. સાલ હોસ્પિટલમાં ડો. પ્રશાંત વજીરાણીએ પ્રથમ ઓપરેશન કરી બે સ્ટેન્ટ મુક્યા હતા. ઓપરેશનના સાત જ દિવસમાં ફરી ત્રીજુ સ્ટેન્ટ મુકવાની સલાહ આપી છે. બીજા ઓપરેશન વખતે સ્ટેન્ટ મુકવામાં બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડો. પ્રશાંત વજીરાણીએ કરેલાં તમામ ઓપરેશનની ખરાઈ કરવા પરિવારજનોની માગ કરવામાં છે.

રૂપિયાની લાલચે દર્દીનો જીવ લીધાનો આક્ષેપ !

પરિવારજનોનો કહેવું છે કે ડો. પ્રશાંત વજીરાણી જે પણ હોસ્પિટલોમાં વિઝિટ માટે જતા હોય ત્યાં કરાયેલા તમામ ઓપરેશનોની ખરાઈ કરવામાં આવે. એક પરિવારના મોભીને છીનવી લીધો છે. ત્યારે આવું અન્ય લોકો સાથે પણ બન્યું હોઈ શકે. PMJAY યોજનાને ગોરખધંધો બનાવી દીધાનો પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. એટલે જ આ અંગે યોગ્ય તપાસની પણ પરિવારજનો માગ કરી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">