ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામાનો રેલો સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો, બજાણા ગામના વતની ગણપતભાઈનું સારવાર બાદ થયુ હતુ મોત- Video

ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામાનો રેલો ન માત્ર અમદાવાદ, મહેસાણા કે ગાંધીનગર સુધી ફેલાયો છે. ખ્યાતિના કારસ્તાન સુરેન્દ્રનગર સુધી ફેલાયા છે. સુરેન્દ્રનગરના બજાણા ગામના વતની ગણપતભાઈનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2024 | 6:09 PM

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ડરાવી આયુષ્યમાનના પૈસા પડાવવા માટે જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેવામાં આવતા હતા. તાજેતરમાં જ બોરીસણા ગામના બે લોકોના મોત સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે. હાલ અગાઉના કારનામા અંગે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમા કડીના વિનાયકપુરામાં રહેતા ગણપતભાઈનું સારવાર બાદ મોત થયુ હતુ. મૃતક ગણપતભાઈ મૂળ સુરેન્દ્રનગરના બજાણા ગામના વતની હતા. ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ PMJAY યોજનાનો લાભ લેવા ગણપતભાઈની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે હવે આરોગ્યવિભાગની ટીમે સારવારના પૂરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યુ છે. મૃતક દર્દીના સગા પાસેથી તમામ પૂરાવા મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પરિવારજનોનું કહેવું છે કે ગણપતભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. પરંતુ, વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં તેઓ તપાસ માટે ગયા હતા. જ્યાંથી તેમને સીધા જ બસમાં બેસાડી ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા અને નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દેવાયું. 24 કલાક બાદ દર્દીની તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં 11 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની ના પાડવા છતાં ઓપરેશન કરી દેવાયું હતું અને એટલે જ તેમણે આ અંગે તપાસની માંગ કરી હતી. હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કેસમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Input Credit- Sajid Belim- Surendranagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
g clip-path="url(#clip0_868_265)">