8,00,000 જમા કરશો તો દર મહિને કેટલી થશે કમાણી ?

17 નવેમ્બર, 2024

હાલમાં, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે કે MISમાં જમા રકમ પર 7.4% વ્યાજ ઉપલબ્ધ છે.

આ માસિક આવક આપતી યોજના છે. આ એકાઉન્ટ ઓછામાં ઓછા 5 વર્ષ પછી બંધ કરી શકાય છે.

પોસ્ટ ઓફિસની માસિક રોકાણ યોજનામાં નાણાંનું રોકાણ કરીને, તમે દર મહિને એક નિશ્ચિત રકમ કમાઓ છો.

જો કોઈ ગ્રાહક પોસ્ટ ઓફિસની MIS સ્કીમમાં રૂપિયા 8,00,000 જમા કરાવે છે, તો Groww ગણતરી મુજબ, તે ગ્રાહક દર મહિને રૂપિયા 4,933 ની આવક મેળવશે. તમે આને વ્યાજની રકમ પણ કહી શકો છો.

આમાં એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.