વિરાટ કોહલી ઘઉંનો લોટ કેમ નથી ખાતો?

17 નવેમ્બર, 2024

વિરાટ કોહલીની ફિટનેસથી દરેક લોકો પ્રભાવિત છે. તે મેદાન પર તેની ચપળતા માટે જાણીતો છે.

વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી છે. તે શાકાહારી છે, તેથી તે તેના આહારનું ખૂબ ધ્યાન રાખે છે.

વિરાટ કોહલી ક્યારેય ખાંડ અને ગ્લુટેનવાળો ખોરાક ખાતો નથી. ડેરી પ્રોડક્ટને ટાળવાનો પણ પ્રયાસ કરે છે. જે તેમને ફિટ રહેવામાં ઘણી મદદ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ગ્લુટેનથી બચવા માટે ઘઉંની રોટલી નથી ખાતા. ઘઉના લોટમાં રહેલું ગલુંટેન એક પ્રકારનું પ્રોટીન છે જે ઘઉંની રોટલીમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ગ્લુટેનના કારણે બોડી ફેટ ફ્રી નથી થતી.

વિરાટ કોહલી ક્યારેય પેટ ભરીને જમતો નથી. એટલે કે તે તેની મહત્તમ 90 ટકા ભૂખ જેટલું જ ખાય છે.

વિરાટ કોહલીના આહારમાં બાફેલી શાકભાજી સારી માત્રામાં સામેલ છે. તે વધારે મસાલા પણ ખાતા નથી. તે માત્ર મીઠું, મરી અને લીંબુનો ઉપયોગ કરે છે.

વિરાટ કોહલીને રાજમા અને લોબિયા ખૂબ જ પસંદ છે. આ સિવાય તેને ઓલિવ ઓઈલ સાથે ગ્રીલ્ડ સલાડ પણ પસંદ છે.