ગુજરાતમાં અહીં કરી શકાશે પેરાગ્લાયડીંગ એક્ટિવિટી

17 નવેમ્બર, 2024

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધીરેધીરે ઠંડીનો પગરવ ચાલુ થયો છે.

સાથે રવિવારે દિવાળી વેકેશનનો આખર દિવસ છે. જેની અસર ગુજરાતના પ્રવાસન સ્થળો પર જોવા મળી હતી. 

દિવાળી વેકેશનનાં આખર દિવસે ગિરિમથક સાપુતારા, પાંડવગુફા, પંપા સરોવર, શબરીધામ, દેવીનામાળ કેમ્પ સાઈટ, સહીત અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ ઊંટ સવારી,ઘોડેસવારી તથા એડવેન્ચર એક્ટિવિટીઓ સહિત પ્રકૃતિનો મનભરીને આસ્વાદ માણ્યો હતો.

સાપુતારા ખાતે હાલમાં પેરાગ્લાયડીંગ એક્ટિવિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે.

સાપુતારાનાં જૈન મંદિર અને ટેબલ પોઈંટ ખાતે નિલગગન આભલાની મોજ કરાવતી પેરાગ્લાયડીંગ એક્ટિવિટી પ્રવાસીઓને આકર્ષણનાં કેન્દ્રની સાથે યાદગાર સંભારણું બની રહ્યુ છે.

ગિરિમથક સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટીઓની સાથે સાથે મ્યુઝિયમ, માછલીઘર, વન કવચ,રોઝ ગાર્ડન,સ્ટેપ ગાર્ડન જેવા સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ જામી હતી.

અહી પ્રવાસીઓએ હરીફરીને કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.