PHOTOS : આ છે દુનિયાનો અનોખો ધોધ, લોકો લપસ્યા વગર આ ધોધને પસાર કરી શકે છે ! જાણો તેનું કારણ
દુનિયામાં એવા ઘણા સ્થળો છે, જે પોતાની ખાસિયતોને કારણે લોકોમાં ખૂબ મશહુર છે. ત્યારે આજે અમે તમને એક એવા ધોધ વિશે જણાવીશું, જેને તમે સહેલાઈથી પસાર કરી શકો છો.

ઘણી વખત લોકો પોતાની રજાઓ સુંદર પર્વતો અને ધોધ વચ્ચે વિતાવવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં લોકોનું મનપસંદ સ્થળ ધોધ છે. જો આપણે ધોધ વિશે વાત કરીએ, તો તેની આસપાસ શેવાળ એકઠા થાય છે. જેના કારણે ત્યાંથી લપસી જવાનો ભય રહેતો હોય છે. પરંતુ આજે અમે તમને આવા ધોધ વિશે જણાવીશું, જ્યાં કોઈ પણ વ્યક્તિ લપસ્યા વગર સરળતાથી આ ધોધને પાર કરી શકે છે.

થાઈલેન્ડમાં આવો જ એક ધોધ છે, જે ખૂબ જ અનોખો છે. 330 ફૂટની ઉંચાઈ ધરાવતા આ ધોધને 'સ્ટીકી' વોટરફોલ પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ખડકો પર વહેતા આ ધોધનું પાણી સફેદ રંગમાં જોવા મળે છે.

ઉપરાંત લપસ્યા વગર આ ધોધને પાર કરી શકાય છે.જો કોઈ વ્યક્તિને ચઢવામાં કોઈ તકલીફ પડે તો તેની બાજુમાં દોરડું બાંધવામાં આવ્યુ છે. જેથી લોકો તેને પકડીને આ ધોધને પર સરળતાથી પાર કરી શકે છે

આ ઝરણાના પાણીનો સ્ત્રોત કેલ્શિયમથી સમૃદ્ધ છે, જે ખડકો પર જમા થાય છે. જેને કારણે, ખડકો પર કોઈ શેવાળ એકઠુ થતું નથી.

આ ઝરણાની ખાસિયતને કારણે મોટાભાગના લોકો ફરવા માટે આ સ્થળની પસંદગી કરે છે.