Health tips : પલાળેલા અખરોટ ખાવાના 7 અદ્ભુત ફાયદા, જાણીને તમે પણ દંગ થઈ જશો
સ્વાસ્થ્ય માટે સુકા મેવો લાભદાયક માનવામાં આવે છે. તેમાં અખરોટ પણ એક મહત્વપૂર્ણ છે, જેમાં સારી ચરબી, પ્રોટીન, ખનિજો અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.

માત્ર એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સકારાત્મક બદલાવ આવી શકે છે. ચાલો તેના ખાસ ફાયદા વિશે જાણીએ. (Credits: - Canva)

પલાળેલા અખરોટમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ મગજની યાદશક્તિ વધારવામાં અને એકાગ્રતા સુધારવામાં મદદરૂપ બને છે. (Credits: - Canva)

અખરોટમાં રહેલું ફાઇબર પાચનક્રિયાને સુધારે છે અને અપચો, ગેસ તેમજ કબજિયાત જેવી પેટની તકલીફોને ઓછા કરવામાં સહાય કરે છે.

પલાળેલા અખરોટનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે અને હૃદયના આરોગ્યને જાળવવામાં સહાય કરે છે. (Credits: - Canva)

ત્વચાને ચમકદાર બનાવવા માટે રોજ બે અખરોટ ખાવા લાભદાયક છે, કારણ કે તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ ત્વચામાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે. (Credits: - Canva)

રોજ બે પલાળેલા અખરોટનું સેવન બ્લડ શુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે (Credits: - Canva)

અખરોટમાં ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાને કારણે તે હાડકાંને મજબૂત બનાવે છે, તેથી એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટ ખાવાની સલાહ અપાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
