Silver: ચાંદીમાં રોકાણ કરવું મુશ્કેલ! જોરદાર તેજી બાદ હવે સિલ્વર ETF પર એક મોટી જાહેરાત કરવામાં આવી
ચાંદીમાં રોકાણ કરવું હવે મુશ્કેલ બની રહ્યું છે. તાજેતરમાં ચાંદીના ભાવમાં આવેલી જોરદાર તેજી બાદ હવે સિલ્વર ETF અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

કંપનીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય વર્તમાન બજાર પરિસ્થિતિઓ અને સ્થાનિક બજારમાં ફિઝિકલ ચાંદીની અછતને કારણે લેવામાં આવ્યો છે.

UTI એસેટ મેનેજમેન્ટ કંપની (UTI AMC) એ શનિવારે જાહેરાત કરી હતી કે, તેણે UTI સિલ્વર ETF ફંડ ઓફ ફંડમાં લમ્પ સમ અને સ્વિચ-ઇન રોકાણને અસ્થાયી રૂપે (Temporarily) મુલતવી રાખ્યું છે, જે 13 ઓક્ટોબર, 2025 થી એટલે કે આજથી અમલમાં આવશે.

હાલમાં સ્થાનિક બજારમાં ચાંદી આંતરરાષ્ટ્રીય ભાવોની તુલનામાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી છે, જે ફંડના વેલ્યુએશન પર અસર કરે છે. UTI આ અઠવાડિયે આ પ્રકારનો પ્રતિબંધ લાદનાર બીજી ફંડ મેનેજમેન્ટ કંપની બની છે.

અગાઉ, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીએ પણ તેના સિલ્વર ETF ફંડ ઓફ ફંડમાં નવા રોકાણો પર કામચલાઉ પ્રતિબંધની જાહેરાત કરી હતી.

કોટકે કહ્યું છે કે, દિવાળી પછી સપ્લાયમાં સુધારો આવ્યા બાદ તે આગામી થોડા અઠવાડિયામાં પ્રતિબંધ હટાવી લેશે. ગુરુવારે સ્પોટ સિલ્વરના ભાવ $51.22 પ્રતિ ઔંસના ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચ્યા, જે પ્રથમ વખત $51 પ્રતિ ઔંસને વટાવી ગયા.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
