Relationship Tips : આજકાલ સંબંધોમાં Gaslighting શબ્દનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. જાણો તેનો અર્થ શું થાય?
અમેરિકામાં એક ફેમસ ડિક્શનરી છે, જેનું નામ મેરિયમ વેબસ્ટર છે. આ કંપનીએ 2022 માટે ગેસલાઇટિંગને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યું છે. 'ગેસલાઇટિંગ' એ કોઈપણ વ્યક્તિ સાથે કરવામાં આવતી માનસિક છેતરપિંડી છે. આમાં, વ્યક્તિને એવું લાગવા લાગે છે કે તે અત્યાર સુધી જે પણ વિચારી રહ્યો હતો, બધું ખોટું હતું.

"Gaslighting" એક મનોવૈજ્ઞાનિક ટર્મ છે, જેનો મતલબ છે કોઈ વ્યક્તિ વારંવાર ખોટું બોલી ભ્રમિત કરી કે પછી તેની વાતને નકારી તેની માનસિક સ્થિતિ પર શંકા વ્યક્ત કરવા માટે મજબુર કરી દેવું, સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારની "Mental Manipulation" છે.

ગેસલાઇટિંગ એટલે કોઈ વ્યક્તિને તેની વાસ્તવિકતા, યાદો અથવા માનસિક સ્વાસ્થ્ય પર શંકા કરવા માટે માનસિક રીતે શંકા કરવી. તે એક પ્રકારનો ભાવનાત્મક દુર્વ્યવહાર છે જેમાં એક વ્યક્તિ, જેને 'ગેસલાઇટર' કહેવાય છે, તે બીજી વ્યક્તિને ખાતરી કરાવવાનો પ્રયાસ કરે છે કે તેની યાદો, લાગણીઓ અને ધારણાઓ ખોટી છે.

તો ચાલો જાણો કે, ગેસલાઈટિંગનો અર્થ શું થાય છે. સામેવાળી વ્યક્તિને એ અનુભવો કરાવવા કે, તમે ખોટા છો. તમને કાંઈ યાદ રહેતું નથી. તારુ મગજ ખરાબ થઈ રહ્યુ છે. ધીમે ધીમે તેનું સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ ટ્રસ્ટને દૂર કરવાનું છે. તેને તેમને ખાતરી કરાવો કે તેમણે જે જોયું, સાંભળ્યું કે અનુભવ્યું તે ખરેખર બન્યું ન નથી.

સંબંધોમાં ગેસલાઈટિંગના આપણે ઉદાહરણોની વાત કરીએ તો. તું ખુબ ઓવરથિંક કરે છો.(જ્યારે સામેવાળો વ્યક્તિ પોતાની ભૂલ છુપાવે છે), આવું તો ક્યારેય થયું જ નથી, તું પાગલ થઈ ગઈ છે, આ બધી તારી કલ્પના છે. જ્યારે કોઈ પોતાના જુઠાણા છુપાવવા માટે તમને વારંવાર ખોટા સાબિત કરે છે.

ગેસલાઈટિંગની અસરથી વ્યક્તિ પોતાના પર શંકા કરવા લાગે છે. આત્મવિશ્વાસ પૂર્ણ થઈ જાય છે. ચિંતા (Anxiety) , ડિપ્રેશન અને ભાવનાત્મક કમજોરી આવી જાય છે.

ગેસલાઈટિંગના સંકેતોની આપણે વાત કરીએ તો, સંબંધોમાં સંપૂર્ણ રીતે નિર્ભર થઈ જવું કે, બીજો વ્યક્તિ શું કહેશે. હંમેશા પોતાની માફી માંગવી, જ્યારે તમારી ભૂલ ન હોય ત્યારે પણ. વારંવાર એવું લાગે કે, કદાચ હું ખોટો છું.તમારી લાગણીઓ અને યાદો પર વિશ્વાસ ન કરી શકવો.

એવું લાગે કે, હું ખુબ સેન્સેટિવ છું, આત્મવિશ્વાસ રહેતો નથી. ગેસલાઇટિંગ એ ભાવનાત્મક દુર્વ્યવહારનું એક ગંભીર સ્વરૂપ છે. જો કોઈ તમને વારંવાર એવું અનુભવ કરાવે છે કે તમારા વિચારો ખોટા છે, તમારી યાદો ખોટી છે, અથવા તમારી લાગણીઓ ખોટી છે, તો તમારે સતર્ક રહેવું જોઈએ. આવા સંબંધમાં રહેવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

દરેક કપલે પોતાના સંબંધની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને સમજ્યા પછી જ રસ્તો પસંદ કરવો જોઈએ. સંબંધોમાં પ્રેમ, આદર અને વિશ્વાસ જરુરી છે (All Image Symbolic)
"રિલેશનશીપ" ને "સંબંધ"કહેવામાં આવે છે. તેનો અર્થ બે કે તેથી વધુ લોકો વચ્ચેનો સાથ, પરસ્પર સંબંધ અથવા વર્તન થાય છે. આ સંબંધ કુટુંબ, મિત્રતા અથવા પ્રેમ સંબંધ જેવો કંઈપણ હોઈ શકે છે. રિલેશનશીપના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

































































