Silver Rate: ચાંદીની કિંમતમાં કડાકો! ભાવ રેકોર્ડ ઊંચાઈથી નીચે પટકાયા, ઘટાડાનું મુખ્ય કારણ શું?
આ મહિને ચાંદીના ભાવ રેકોર્ડ લેવલે પહોંચ્યા પણ પાછળથી તેમાં નોંધનીય ઘટાડો જોવા મળતા રોકાણકારો ચિંતામાં મુકાયા. છેલ્લા દસ દિવસમાં ચાંદીના ભાવ લગભગ 17% જેટલા ઘટયા છે.

આ મહિને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી ઝડપથી ઘટવા લાગ્યા, છેલ્લા દસ દિવસમાં ચાંદીના ભાવ લગભગ ₹31,000 પ્રતિ કિલોગ્રામ ઘટીને 17% જેટલા ઘટયા છે.

શુક્રવારે ચાંદીના ભાવ ₹1.47 લાખ પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા. નિષ્ણાતો માને છે કે, લંડનમાં ચાંદીની ઉપલબ્ધતામાં સુધારો અને રોકાણકારો દ્વારા નફો લેવાને કારણે આ ઘટાડો થયો છે.

શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી ઘટીને $48.5 પ્રતિ ટ્રોય ઔંસ થઈ ગઈ, જે એક અઠવાડિયા પહેલા $54.47 હતી. બુલિયન વેપારીઓએ અહેવાલ આપ્યો છે કે, લંડનમાં યુએસ અને ચીનથી મોટા શિપમેન્ટના આગમનથી દબાણ ઓછું થયું છે, જેના કારણે વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો છે. લંડન, જ્યાં ફિઝિકલ સિલ્વરનો વેપાર થાય છે, તેની સીધી અસર બજારના ભાવ પર પડે છે.

નિષ્ણાતોના મતે, લંડનમાં અગાઉની અછતને કારણે 14 ઓક્ટોબરે ભારતમાં ચાંદીના ભાવ ₹1.78 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ ગયા હતા. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે, આ વર્ષે ચાંદીના ભાવમાં વધારો ફક્ત ઘરેણાંના કારણે નથી થયો.

સોલર એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI હાર્ડવેર જેવી ઇંડસ્ટ્રી તરફથી મજબૂત માંગને કારણે ચાંદી ગ્લોબલ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે મહત્વપૂર્ણ બની છે. મર્યાદિત ખાણકામ અને ઓછા રિસાયક્લિંગને કારણે સપ્લાય પર દબાણ વધ્યું છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
