Mathura Penda Recipe : મહાશિવરાત્રીના પર્વ પર ઘરે જ બનાવો મથુરાના ફેમસ પેંડા, જાણો સંપૂર્ણ રેસિપી
મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. તો આજે અમે તમને મથુરાના પેંડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.

મથુરાના સુપ્રસિદ્ધ પેંડા બનાવવા માટે ઘી, દૂધ, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ, જાયફળનો પાઉડર, ઈલાયચી પાવડરની તેમજ ડ્રાયફ્રુટની જરુર પડશે.

મથુરાના ફેમસ પેંડા બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ઘી ઉમેરી તેમાં દૂધ ઉમેરો તેમાં તરત જ મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે થવા દો.

આ મિશ્રણને બરાબર મિક્સ કરી સતત હલાવતા રહો. જેથી તેમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. આ મિશ્રણને સતત હલાવતા રહો. જેથી મિશ્રણ તળિયે ચોંટી ન જાય તેનું ધ્યાન રાખો.

જ્યારે મિશ્ર ઘટ્ટ થાય ત્યારે તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરો. હવે એમાં 2 ટીસ્પૂન ઘી ઉમેરીને પાછુ તેને બરાબર મિક્સ કરો. હવે તેમાં માવો ઉમેરો. તેમજ ઈલાયચી અને જાયફળનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે આ તૈયાર થયેલુ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં મિશ્રણમાંથી નાના પેંડા બનાવી લો. તમે ઈચ્છો તો તેને નારિયેળની છીણ અથવા બુરુ ખાંડથી કોટ કરીને સ્ટોર કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.






































































