AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : નોકરી કરી કરીને થાક્યા ? ચિંતા ના કરશો, આ બિઝનેસ તમારા માટે જ છે; મહિને ₹75,000 થી ₹90,000 ની કમાણી તો ખરી !

દૂધ, દહીં અને છાશનો વપરાશ ઘરે-ઘરે થતો હોય છે. સવાર હોય, બપોર હોય કે પછી રાત હોય દૂધનું વેચાણ તો ચાલતું જ રહે છે. એવામાં જો તમે 'ડેરી'નો બિઝનેસ શરૂ કરો છો તો અઢળક પૈસા કમાઈ શકો છો.

| Updated on: Aug 11, 2025 | 7:37 PM
Share
દૂધ, દહીં અને છાશનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં રોજબરોજ થાય છે. સવાર હોય, બપોર હોય કે રાત હોય દૂધની માંગ ક્યારેય ઘટતી નથી. આવી સતત ચાલતી માંગને કારણે જો તમે ‘ડેરી’નો બિઝનેસ શરૂ કરો, તો ઓછા સમયમાં જ સારી કમાણી કરી શકો છો અને લાંબા ગાળે એક મજબૂત આવકનો સ્ત્રોત પણ તૈયાર કરી શકો છો.

1 / 9
'ડેરી'ને લગતો બિઝનેસ હંમેશાં માંગમાં રહ્યો છે. આ બિઝનેસ શરૂ કરવા માટે પહેલા દૂધ આપતી ગાય અથવા ભેંસ ખરીદવી પડશે, જેનો ખર્ચ લગભગ ₹50,000 થી ₹1,50,000 સુધીનો થઈ શકે છે.

2 / 9
પશુઓ માટે શેડ, ખોરાક, પાણી અને વેટરનરી સારવાર માટે દર મહિને ₹10,000 થી ₹20,000 જેટલો ખર્ચ થઈ શકે છે. માની લો કે, એક ભેંસ સરેરાશ 8 થી 10 લીટર અને એક ગાય 10 થી 15 લીટર દૂધ આપે છે. એવામાં જો તમારી પાસે 5 ગાય-ભેંસ હોય, તો દૈનિક અંદાજે 50 થી 60 લીટર દૂધનું ઉત્પાદન થઈ શકે છે.

3 / 9
દૂધનો દર ₹45 થી ₹55 પ્રતિ લીટર ગણીએ, તો દૈનિક આવક ₹2,500 થી ₹3,000 સુધી થઈ શકે છે. આ રીતે માસિક આવક લગભગ ₹75,000 થી ₹90,000 સુધી પહોંચી શકે છે. તમામ ખર્ચ કાઢ્યા પછી માસિક નફો આશરે ₹40,000 થી ₹50,000 જેટલો થઈ શકે છે.

4 / 9
વધુમાં તમે દૂધ ઉપરાંત દહીં, ઘી, છાશ જેવા ઉત્પાદનો બનાવીને પણ વધારાની આવક ઊભી કરી શકો છો. આ વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક મ્યુનિસિપલ લાયસન્સ, ફૂડ સેફ્ટી લાઇસન્સ (FSSAI) અને GST રજીસ્ટ્રેશન જરૂરી છે.

5 / 9
ગાય-ભેંસ પાલન માટે યોગ્ય સ્થળ પસંદ કરવું ખૂબ જરૂરી છે. ગામ કે શહેરના બાજુમાં, જ્યાં પાણી અને ચારા માટે પૂરતી સુવિધા હોય તેવો વિસ્તાર પસંદ કરવો જોઈએ, જેથી પશુઓને રોજિંદી જરૂરીયાતો સરળતાથી મળી શકે.

6 / 9
લીલો ચારો, સુકો ચારો અને પૂરક ખોરાકનું યોગ્ય આયોજન કરવાથી પશુઓ તંદુરસ્ત રહેશે અને દૂધ પણ વધારે પ્રમાણમાં આપશે. દૂધના વેચાણ માટે પહેલેથી યોજના બનાવવી જરૂરી છે. તમે દૂધ સીધું ગ્રાહકોને ઘર સુધી પહોંચાડવાનો વિકલ્પ અપનાવી શકો છો અથવા નજીકની ડેરી કંપનીને વેચાણ કરી શકો છો.

7 / 9
આનાથી તમને નિયમિત આવક મળશે અને બિઝનેસ વધુ સુવ્યવસ્થિત રીતે ચલાવી શકશો. માર્કેટિંગ માટે લોકલ દૂધના વેચાણ કેન્દ્રો, હોટલ, ચા સ્ટોલ, મીઠાઈની દુકાનો સાથે કોન્ટ્રાક્ટ કરી શકો છો. બીજું કે, સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સ મારફતે પણ ગ્રાહકોને જોડી શકો છો.

8 / 9
ડેરી શરૂ કરતા પહેલા પશુઓની તબિયત સારી છે કે નહીં, દૂધ આપવાની તેમની ક્ષમતા કેટલી છે, ખોરાક અને પાણીની પૂરતી સુવિધા છે કે નહીં તેમજ આસપાસના બજારમાં દૂધના ભાવ શું ચાલી રહ્યા છે, તે બધાનું સર્વેક્ષણ કરવું જરૂરી છે. આ તૈયારીથી તમારો વ્યવસાય મજબૂત પાયે ઉભો થશે અને જો માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે દૂધ આપશો તો ગ્રાહકોની લાઇન લાગશે.

9 / 9

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">