Politician Love Story: ફિલ્મોમાંથી સંન્યાસ લઈ રાજનીતિમાં આવનારી સાંસદ નવનીત કૌરે કોના માટે છોડી ફિલ્મી કરિયર, જુઓ Photos
Politician Love Story: એક સમયે ગ્લેમર ગર્લ ગણાતી નવનીત કૌરે હાલ અમરાવતીથી સાંસદ છે. અમરાવતીથી સાંસદ નવનીત કૌર઼-રાણા રાજનીતિમાં આવ્યા પહેલા અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેલુગુ, તમિલ અને પંજાબી સહિત અનેક ફિલ્મોમાં તેમણે કામ કર્યુ છે, પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ટોચ પર રહેલા નવનીત કૌરે કેમ અચાનક ફિલ્મી કેરિયરને તિલાંજલિ આપી અને રાજનીતિમાં પ્રવેશ કર્યો. વાંચો અહીં.

Politician Love Story: એક જમાનો હતો જ્યારે દીકરા દીકરીઓના સગપણના તાર રાજનીતિ સાથે જોડાતા હતા. આ સગપણ થકી રાજાઓ પોતાની તાકાતમાં વધારો કરતા હતા. આજે નવા યુગમાં પણ રાજનેતાઓની એવી ઘણી પ્રેમકહાની છે જ્યાં સંબંધોના તાર જોડાયેલા છે. કારણ કે બંને પરિવારોનો સીધો સંબંધ રાજનીતિ સાથે છે. જો કે એવુ પણ નથી કે કોઈ ફિલ્મી હિરોઈને કોઈ રાજનેતાને પ્રેમ કર્યો હોય અને લગ્ન કર્યા હોય.

એવી ફિલ્મી હિરોઈનોની યાદી ઘણી લાંબી છે જેમણે રાજનેતાઓ સાથે લગ્ન કર્યા હોય. જેમા સ્વરા ભાસ્કર હોય કે, આયશા ટાંકિયા હોય કે 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાયેલી પરિણીતિ ચોપરા હોય. આ તમામ એવી અભિનેત્રીઓ છે જેઓ રાજનેતાઓના પ્રેમમાં પડી અને લગ્ન પણ રાજઘરાનામાં જ કર્યા.

ફિલ્મી હિરોઈનની આવી જ એક દિલચસ્પ કહાની નવનીત રાણાની છે. મુંબઈમાં જન્મી અને મુંબઈમાં જ નાની-મોટી થયેલી નવનીત કૌરે 12માં ધોરણ પછી ફિલ્મોમાં ઝંપલાવ્યુ. તેલુગુ તમિલ અને અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યુ.

આ ગ્લેમર ગર્લની અમરાવતીના ધારાસભ્ય રવિ રાણા સાથે બાબા રામદેવની એક યોગ શિબિર દરમિયાન આંખો ચાર થઈ. 2009માં બંને વચ્ચે મુલાકાત થઈ અને મુલાકાત થયા બાદ જ્યારે બંનેએ એકબીજાના નંબર શેર કર્યા. વાતોનો સિલસિલો શરૂ થયો અને દોઢ વર્ષ આ રીતે સંપર્કમાં રહ્યા અને એકબીજાને સમજવાનો પ્રયાસ કર્યો. રવિરાણાનું ફિલ્ડ એકદમ અલગ હતુ.

સૌથી સુંદર સાંસદોમાં જેની ગણના થાય છે એ નવનીત રાણા આજે ક્યારેક હનુમાન જયંતિ પર કાર્યક્રમો આયોજિત કરતી જોવા મળે છે. તો ક્યારેક માતોશ્રીની સામે જ હનુમાન ચાલીસાના પાઠ કરી પોતાની રાજનીતિ ચમકાવતી જોવા મળે છે. જો કે સત્ય તો એ જ છે કે તેમણે અનેક ફિલ્મો કરી છે.

રવિ રાણા સાથે લગ્ન બાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો અને હવે અમરાવતીથી સાંસદ છે.