AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એમવી ગંગા વિલાસ ક્રુઝના જુઓ Inside Photos, વિશ્વની સૌથી લાંબી રિવર ક્રુઝ

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં ગંગાના કિનારે 60થી વધુ કમ્યુનિટી જેટીઓ બનાવવામાં આવી રહી છે, જેથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે અને પ્રદેશમાં સ્થાનિક સમુદાયોની આજીવિકામાં સુધારો થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 10:03 PM
Share
વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ‘ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં ગંગા નદીના કિનારે ફ્લેગ ઓફ કરશે અને ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુના મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગો પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

1 / 5
એમવી ગંગા વિલાસ વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે અને 51 દિવસમાં લગભગ 3,200 કિલોમીટરનું અંતર કાપશે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ દરમિયાન ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થતી 27 નદી પ્રણાલીઓ દ્વારા તેના ગંતવ્ય સ્થાન પર પહોંચશે.

2 / 5
પીએમઓએ જણાવ્યું હતું કે ક્રુઝરમાં ત્રણ ડેક અને 18 સ્યુટ છે, જેમાં 36 પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા છે અને તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. પ્રથમ યાત્રામાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જેઓ યાત્રાના સમગ્ર સમયગાળા દરમિયાન તેમાં રહેશે.

3 / 5
પીએમઓએ કહ્યું કે ક્રૂઝને દેશની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદીના ઘાટ અને બિહારના પટના, ઝારખંડના સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મોટા શહેરો સહિત 50 પર્યટન સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ પ્રવાસીઓને એક ભારત અને બાંગ્લાદેશની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની તક પૂરી પાડશે.

4 / 5
પીએમઓએ કહ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં ગંગાના કિનારે 60 થી વધુ કમ્યુનિટી જેટીઓ બનાવવામાં આવી રહી છે જેથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે અને પ્રદેશમાં સ્થાનિક સમુદાયોની આજીવિકામાં સુધારો થાય. પીએમ મોદી ગુવાહાટીમાં પૂર્વોત્તર માટે મેરીટાઇમ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. તે પૂર્વોત્તર ક્ષેત્રમાં રોજગારીની વધુ સારી તકો પૂરી પાડશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">