Chicago News : લોયોલા બીચ પર લાગ્યા ‘ન્યૂડ બીચ’ના પોસ્ટર, શિકાગોની એલ્ડરવુમને કર્યો આ ખુલાસો
Chicago News in Gujarati : હાલમાં શિકાગોના લોયોલા બીચ પર એક વ્યક્તિએ એવી હરકત કરી જેને કારણે લોયોલા બીચ ચર્ચામાં છે. આ બીચ પર ન્યૂડ બીચનું સાઈન લગાડવામાં આવ્યુ હતુ. જેને જોઈને શિકાગોની અધિકારીઓ અને સ્થાનિક લોકો દંગ રહી ગયા હતા.

એક અસામાજીક તત્વએ શિકાગોના એક લોકપ્રિય બીચ પર વિચિત્ર સાઈન બોર્ડ મૂકયુ હતુ. જેમાં લોકોને કહેવામાં આવ્યું કે આ લોયોલા બીચ એ હવે ન્યૂડ બીચ છે.

સિટી એલ્ડરમેન મારિયા ઇ. હેડને સોશિયલ મીડિયા પર આ સાઈન બોર્ડની એક તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે , આ વાત ખોટી છે. આ બોર્ડને જલ્દી જ દૂર કરવામાં આવશે.

મારિયા ઇ. હેડે જણાવ્યું કે, અમને સૂચના આપવામાં આવી છે કે કોઈએ લોયોલા બીચ પર આ ચીકી નિશાની સ્થાપિત કરી છે," હેડને લખ્યું. "કૃપા કરીને નોંધ કરો કે આ સત્તાવાર @ChicagoParks ચિહ્ન નથી. અમે પાર્ક્સને જાણ કરી છે જેથી તેઓ તેને દૂર કરી શકે. એક રીમાઇન્ડર તરીકે જણાવું છું કે, અમારા તમામ દરિયાકિનારા પર કપડા પહેરવા જરુરી છે.

દુનિયામાં Playa Naturista Chihuahua (Uruguay), Nida Nude Beach (Lithuania), Little Palm Beach(New Zealand) સહિત ઘણા દેશોમાં ન્યૂડ બીચ છે.

ભારતમાં ગોવા, લક્ષ્યદ્વીપ અને કેરેલામાં ન્યૂડ બીચ જોવા મળે છે.