ગુજરાત સરકાર ખરીદી રહી છે અશ્વ, ઘોડા વેચવા ઇચ્છતા પાલકો માટે મોટી તક, જુઓ
રાજ્યના પોલીસ દળમાં અશ્વનું વિશેષ મહત્વ છે. ઘોડાઓના દળ વડે પોલીસ જિલ્લા અને શહેરમાં રાત્રી પેટ્રોલિંગ કરતી નજર આવતી હોય છે, અશ્વદળ સેરેમની અને પરેડમાં જોવા મળતા હોય છે. ગુજરાતનું અશ્વદળ દેશમાં સૌથી મજબૂત અશ્વદળમાં ગણના થાય છે. ગુજરાત પોલીસ માટે અશ્વની સંખ્યા મોટી છે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસમાં નવા અશ્વ જોવા મળશે અને આ માટે ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસના અશ્વદળની ચર્ચા દેશભરમાં રહેતી હોય છે. મજબૂત અશ્વદળ અને તેની સંખ્યાને લઈ દેશના અન્ય રાજ્યમાં ચર્ચા થતી હોય છે. ગુજરાત પોલીસ સુંદર અને વિશેષ ઘોડાઓની સંખ્યા મોટી છે. હજુ વધુ નવા ઘોડા ગુજરાત પોલીસા અશ્વદળમાં ઉમેરાશે.

આ માટે રાજ્ય સરકારે અશ્વની ખરીદી માટેની પ્રક્રિયા શરુ કરી છે. આ માટે 70 ઘોડાની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેનું ટેન્ડર પણ ગુજરાત પોલીસે બહાર પાડ્યુ છે.

ગુજરાત પોલીસ દ્વારા આગામી 28 જાન્યુઆરીથી અશ્વની ખરીદી માટે શરુ કરવામાં આવશે. જે આગામી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે.

રાજ્યમાં 7 અલગ અલગ શહેરોમાં અશ્વ ખરીદી પ્રક્રિયા કરવામાં આવશે. જેની શરુઆત સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરથી થશે. ત્યારબાદ બોટાદના સાળંગપુર, ભાવનગારના માઉન્ટેડ પોલીસ યુનિટ ખાતે, અમેરેલી પોલીસ હેડક્વાર્ટર, ગોંડલ એસઆરપી જૂથ, પાલનપુર પોલીસ હેડક્વાર્ટર અને અંતિમ કેમ્પ મેઘાણીનગર ખાતે થશે.

આમ સાત સ્થળો પર ખરીદી કેમ્પ યોજાશે. જેમાં અશ્વપાલકો પોતાના ઘોડા લઈને સ્વખર્ચે પહોંચીને તેને પોલીસ દળને વેચી શકે છે.

આ ખરીદી માટે અશ્વ ખરીદ સમિતિ આઈપીએસ અધિકારી ખુરશીદ અહેમદના અધ્યક્ષ સ્થાને નિમવામાં આવી છે. જે સમિતિ અશ્વ પસંદગી કેમ્પમાં કરીને તેના બ્લડ સેમ્પલ પાસ થયેલ ઘોડાને તેના માલિકને ઓનલાઈન નાણાં ચૂકવવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા થોરો, અરબી, કાઠીયાવાડી, મારવાડી બ્રીડના ઘોડાની ખરીદી કરવામાં આવશે. જેમાં 56 થી 63 ઈંચના ઘોડા પસંદ કરવામાં આવશે.

જ્યારે ઘોડાની લંબાઈ 7.6 થી 8 ફૂટ હોવાનું માપદંડ રાખવામાં આવેલ છે. તેમજ 4 થી 7 વર્ષની વયના જ ઘોડાની ખરીદી કરવામાં આવનાર છે.

માઉન્ટેડ વિભાગ દ્વારા અશ્વની ખૂબ જ ચીવટતા પૂર્વક દેખભાળ રાખવામાં આવતી હોય છે. પ્રજાસત્તાક દીવસ સહિત કેટલાક વિશેષ પ્રસંગે અશ્વદળ કૌશલ્ય રજૂ કરતા હોય છે.

અશ્વદળના પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘોડાઓને વિશેષ તાલીમ આપતા હોય છે. પોલીસના અશ્વના કૌશલ્યને નિહાળવું એક આકર્ષક પળ સમાન હોય છે.
