AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગીર સોમનાથમાં વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, જુઓ  Video

Breaking News : ગીર સોમનાથમાં વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2026 | 12:48 PM
Share

4 મિત્રો કારમાં કોડીનારથી દીવ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર વરસાદી પાણી ભરેલી ખાડીમાં ફસાઈ હતી.ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી બચાવ થયો હતો.

ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે. કેટલાક ગામોમાં રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સામે આવ્યા હતા.આ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા હતા. જેમણે બધાના જીવ અધ્ધર કરી દીધા હતા. એક કાર 4 મિત્રો સાથે પાણી ભરેલી ખાડીમાં ફસાઈ હતી.

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ

ગીર સોમનાથ વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. કાર નળીયા માડવી નજીક ખાડીમાં ઉતરી હતી. કારમાં કોડીનારથી દીવ આવી રહેલા ચાર મિત્રો સવાર હતા.પાણીનો ભારે પ્રવાહ હોવાથી કાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ હતી. ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી બચાવ કર્યો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કારને ખાડીમાંથી બહાર કાઢી હતી.સદનસીબે ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો.

12 માછીમારોએ દરિયામાં કૂદકો લગાવ્યો

બીજી બાજુ ગીર સોમનાથ ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી હોવાની પણ ઘટના સામે આવી હતી.ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા માઘવી નામની ફિશિંગ બોટ ડૂબી હતી. ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં કૂદકો લગાવ્યો હતો. તમામ માછીમારોને અન્ય બોટમાં સલામત રીતે લાવવામાં આવ્યાં હતા.ઘટનાને લઈ મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે તપાસ હાથ ધરી છે.

 

Breaking News : મોંઘીદાટ હોટલને ટકકર આપે છે અમદાવાદનું ‘જેલ ભજીયા હાઉસ’, ‘હેરિટેજ લૂક’નો જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">