AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના ડેપ્યુટી મેયર, કોના બાપની……..? કહેવતને અનુસર્યા ! વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં

સુરત મનપાની સરકારી ગાડી મહાનગરપાલિકાની હદ બહાર લઈ જવા માટે સંબંધિત નિયમો મુજબ મંજૂરી જરૂરી છે કે નહીં અને આ કિસ્સામાં આવી કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષ દ્વારા ડેપ્યુટી મેયરના મહારાષ્ટ્ર પ્રવાસને લઈને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. વિપક્ષનો સવાલ છે કે જો પ્રવાસ ખાનગી હેતુ માટે હતો તો મનપાની સરકારી ગાડીનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો?

Breaking News : સુરતના ડેપ્યુટી મેયર, કોના બાપની........? કહેવતને અનુસર્યા ! વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં
| Updated on: Sep 16, 2026 | 4:40 PM
Share

Surat News : સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર, તેઓ સુરત મહાનગરપાલિકાની સરકારી ગાડી લઈને મહારાષ્ટ્રના શાહપુર ગામે પહોંચ્યા હતા. આ દરમિયાન સરકારી વાહનમાં સાયરન વગાડવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી મેયર સરકારી વાહન લઈને સુરત મહાનગરપાલિકાની હદ બહાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા હોવાના મુદ્દે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને સરકારી વાહનનો ઉપયોગ વ્યક્તિગત કે ખાનગી કામ માટે કરવામાં આવ્યો હતો કે કેમ અને જો કરવામાં આવ્યો હોય તો તેની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

સરકારી ગાડીના ઉપયોગને લઈને વિવાદ

સુરત મનપાની સરકારી ગાડી મહાનગરપાલિકાની હદ બહાર લઈ જવા માટે સંબંધિત નિયમો મુજબ મંજૂરી જરૂરી છે કે નહીં અને આ કિસ્સામાં આવી કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષ દ્વારા ડેપ્યુટી મેયરના મહારાષ્ટ્ર પ્રવાસને લઈને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. વિપક્ષનો સવાલ છે કે જો પ્રવાસ ખાનગી હેતુ માટે હતો તો મનપાની સરકારી ગાડીનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો? તેમજ સરકારી વાહનને મહારાષ્ટ્ર લઈ જવા માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે સ્પષ્ટ થવું જોઈએ.

સાયરનના ઉપયોગ અંગે પણ ચર્ચા

આ સમગ્ર મામલે સરકારી વાહનમાં સાયરન વગાડવામાં આવ્યું હોવાના દાવાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. સરકારી વાહન, તેના ઉપયોગનો હેતુ અને સાયરનના ઉપયોગ અંગેના નિયમો શું છે તથા આ કિસ્સામાં તેનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.

હાલમાં મુખ્ય પ્રશ્ન એ છે કે સુરત મનપાની સરકારી ગાડી મહારાષ્ટ્રના શાહપુર સુધી લઈ જવા માટે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ સત્તાવાર મંજૂરી લીધી હતી કે નહીં? જો મંજૂરી લેવામાં આવી હોય તો તે કયા નિયમો હેઠળ આપવામાં આવી હતી અને જો મંજૂરી ન લેવામાં આવી હોય તો સરકારી વાહનના ઉપયોગ અંગે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. આ મામલે ડેપ્યુટી મેયર તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવ્યા બાદ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થઈ શકે છે.

Breaking News : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ, કરોડોના નુકસાનની આશંકા, વેપારીઓમાં ચિંતા, જુઓ Video

Follow Us
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">